શું ફરીથી એક થઇ જશે અનુપમા અને વનરાજ ? તસવીરોમાં જુઓ બંનેની બોન્ડિંગ

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ-5માં પોતાની જગ્યા બનાવે છે. આ શોએ થોડા જ સમયમાં જ દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે. (Image Credit/Instagram-Rajan Shahi)

અનુપમા શોમાં હવે એક મોટુ ટ્વિસ્ટ આવવાનું છે. અનુપમાની લાઇફ પૂરી રીતે બદલાવાની છે. શોમાં નવા પાત્રની એટલે કે અનુજ કપાડિયાની એન્ટ્રી થઇ ચૂકી છે. અનુજની એન્ટ્રીથી અનુપમાનુ જીવન ફરીથી ગુલજાર થવાનું શરૂ થઇ ગયુ છે.

હવે એવામાં સવાલ એ છે કે, શું અનુપમા વનરાજને છોડી આગળ વધશે કે પછી તે તેના જીવનમાં પાછળ વળીને જોશે. હાલમાં અનુપમા અને વનરાજની કેટલીક તસવીરો સામે આવી છે જે જોઇને લાગી રહ્યુ છે કે, તેઓનું પેચઅપ થઇ ગયુ છે.

આ તસવીરો અનુપમાના સેટની છે અને આ તસવીરોને પ્રોડ્યુસર રાજન શાહી દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં અનુપમાની પૂરી ટીમ નજર આવી રહી છે. તસવીરોમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી, વનરાજ એટલે કે સુધાંશુ પાંડેથી લઇને શોના પ્રોડ્યુસર રાજન શાહી, કાવ્યા-મદાલસા શર્મા અને અનુજ કપાડિયા-ગૌરવ ખન્ના પણ નજર આવી રહ્યા છે.

અનુપમા અને વનરાજને સાથે જોઇને ચાહકોને લાગી રહ્યુ છે કે બંનેનું પેચઅપ થઇ ગયુ છે અને જલ્દી જ બંનેનો પ્રેમાળ બોન્ડ શોમાં જોવા મળશે. પરંતુ આવું કંઇજ નથી. આ રીલ નહિ પરંતુ રિયલ લાઇફ તસવીરો છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા જ એવી ખબરો સામે આવી હતી કે રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે વચ્ચે અનબન થઇ ગઇ છે જેના પર શોના કેટલાક કો-એકટર્સે સ્પષ્ટ કહી દીધુ હતુ કે આવું કંઇજ નથી. બંને વચ્ચે કોઇ અનબન નથી. એવામાં હવે આ તસવીરો સામે આવી છે.

લોકોને લાગી રહ્યુ હતુ કે રીલ લાઇફની જેમ રિયલ લાઇફમાં પણ અનુપમા અને વનરાજ વચ્ચે તકરાર છે. પરંતુ લાબાં સમય બાદ સામે આવેલી તસવીરોને જોઇને હવે સંદેહ ખત્મ થઇ ગયા છે. આ તસવીરોમાં અનુપમાની પૂરી ટીમ સાથે એન્જોય કરતા જોવા મળી રહી છે.

બધાની વચ્ચે ખૂબ જ સરસ બોન્ડિંગ જોવા મળી રહ્યુ છે. એવામાં આ તસવીરોએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે શોના કો-એકટર્સ વચ્ચે કોઇ પણ તણાવ નથી. જણાવી દઇએ કે, આ દિવસોમાં ચાલી રહેલ ટ્રેક અનુસાર, વનરાજ, કાવ્યા, અનુપમા અને અનુજ ચારેય મુંબઇમાં છે. તેમનો સામનો જલ્દી જ થવા જઇ રહ્યો છે.

અપકમિંગ એપિસોડમાં અનુજ અને વનરાજ વચ્ચે ફેસ ઓફ જોવા મળશે. વનરાજ અને અનુજ એક ડિસ્કોમાં અનુપમાને ઇમ્પ્રેસ કરવા માટે ડાંસ કરશે, જયાં કાવ્યાને નજરઅંદાજ કરવામાં આવશે.

આ તસવીરો આ સીક્વેંસની છે, જયાં બધા મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં અનુપમા અને વનરાજને આસપાસ ઊભેલા જોઇ ઘણા ચાહકો ખુશ છે.

Shah Jina