બેટ માટે વૈભવ સૂર્યવંશીની આ ખેલાડી સાથે થઇ જબરદસ્ત બહેસ, કહ્યુ- આ મારી પાસે…

IPL 2025 વૈભવ સૂર્યવંશી માટે ખાસ રહી, ભવિષ્યમાં જ્યારે પણ આ સીઝનની વાત કરવામાં આવશે ત્યારે વૈભવનું નામ ચોક્કસ લેવામાં આવશે. તેણે આ વર્ષે IPLમાં ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો, અને આ ટુર્નામેન્ટમાં રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો. રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ 14 વર્ષનો વૈભવ હવે માત્ર તેની ઉંમર માટે જ નહીં પરંતુ તેની વિસ્ફોટક બેટિંગ માટે પણ જાણીતો છે. તેના નામે IPLમાં બીજી સૌથી ઝડપી સદી છે.

વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં પોતાની સદી ફટકારી, જે IPLના ઇતિહાસમાં કોઈપણ ભારતીય દ્વારા બનાવેલી સૌથી ઝડપી સદી હતી. આ પછી પણ તેના બેટે સારું પ્રદર્શન કર્યું. તેને 1.1 કરોડ રૂપિયામાં રાજસ્થાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વૈભવને આ સિઝનમાં 7 મેચ રમવાની તક મળી, તે શરૂઆતની મેચોમાં રમ્યો ન હતો. રાજસ્થાન રોયલ્સે IPL 2025 માં તેમની છેલ્લી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી હતી, જે ટુર્નામેન્ટની 62મી મેચ હતી.

રાજસ્થાને આ મેચ જીતી હતી, જેમાં વૈભવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 33 બોલમાં 55 રન બનાવ્યા. આ 14 વર્ષનો ખેલાડી આ સિઝનમાં તેની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ મેચ પછી જ્યારે બધા ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા, ત્યારે વૈભવ તેના મિત્ર આયુષ મ્હાત્રેને મળ્યો, જે CSKનો ભાગ છે. બંને અંડર-19 ટીમમાં શાંત રમતા હતા.

આ મુલાકાત દરમિયાન, બંને વચ્ચે બેટ વિશે રમુજી ચર્ચા થઈ. જ્યારે કેમેરામેન વૈભવને આયુષ પાસેથી બેટ માંગવાનું કહે છે, ત્યારે તે કહે છે, “તે (આયુષ મ્હાત્રે), તે મારો ભાઈ છે, નહીં આપે. આ મારા પાસે બેટ માગે છે, મારા પાસેથી કોઇ બેટ લઇ શક્યુ છે આજ સુધી ? એ કહો તમે.” આ અંગે આયુષ કહે છે, “કોઈ મારી પાસેથી પણ ના છીનવી શકે નહીં.”

Shah Jina
error: Unable To Copy Protected Content!