સમુદ્રમાં પલટાઇ સ્પીડબોટ…માંડ-માંડ બચ્યા સૌરવ ગાંગુલીના ભાઇ-ભાભી, જુઓ વીડિયો

ઓડિશાના પુરીમાં પલટી સ્પીડબોટ, સૌરવ ગાંગુલીના ભાઇ સ્નેહાશીષ અને ભાભી અર્પિતા માંડ માંડ બચ્યા…જાણો શું થયુ હતુ ?

પુરીના સમુદ્રમાં વોટર સ્પોર્ટ્સનો આનંદ માણતી વખતે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેમની પત્ની અર્પિતા ગાંગુલીની સ્પીડબોટ પલટી ગઈ. જો કે તેઓ માંડ માંડ બચ્યા. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી.

આ ઘટના શનિવારે સાંજે લાઇટહાઉસ પાસે બની હતી જ્યારે કપલ સ્પીડબોટની સવારીનો આનંદ માણી રહ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ એક વીડિયો પણ શેર કર્યો છે. અર્પિતાએ કહ્યું, “ભગવાનની કૃપાથી અમે બચી ગયા. હું હજુ પણ આઘાતમાં છું. આવું ન થવું જોઈએ અને દરિયામાં વોટર સ્પોર્ટ્સનું યોગ્ય રીતે આયોજન થવું જોઈએ. હું કોલકાતા પરત ફર્યા પછી પુરીના પોલીસ અધિક્ષક અને ઓડિશાના મુખ્યમંત્રીને પત્ર લખીશ.”

આ ઘટના વિશે વાત કરતા, અર્પિતાએ કહ્યું કે તેમની બોટ એક મોટી લહેર સાથે અથડાઈ અને પલટી ગઈ. તે અને તેના પતિ સહિત બધા મુસાફરો દરિયામાં પડી ગયા. સદભાગ્યે, લાઇફગાર્ડની તાત્કાલિક કાર્યવાહીથી અમારા જીવ બચી ગયા.” ઘટના જોનારા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સ્પીડબોટ એક મોટા મોજા સાથે અથડાયા બાદ સંતુલન ગુમાવી બેઠી અને દરિયામાં પલટી ગઈ. અર્પિતાએ અકસ્માત માટે એડવેન્ચર સ્પોર્ટ્સ ઓપરેટરોના લોભને જવાબદાર ઠેરવ્યો.

તેમણે આરોપ લગાવ્યો કે બોટ અસ્થિર હતી, 10 લોકો માટે રચાયેલ જહાજમાં ફક્ત ચાર મુસાફરો હતા, જેના કારણે તે અસંતુલિત થઈ ગઈ અને મજબૂત મોજાનો સામનો કરવામાં અસમર્થ બની ગઈ. ઓછા વજનને કારણે બોટ તેનું સંતુલન ગુમાવી બેઠી અને મોટા મોજાનો સામનો કરી શકી નહીં. દરિયો પહેલેથી જ ખૂબ જ તોફાની હતો. તોફાની દરિયો અને ભરતીને કારણે અમે સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ સંચાલકોએ અમને ખાતરી આપી હતી કે તે સલામત છે. અમે બહાર નીકળ્યા પછી તરત જ એક મોટું મોજું બોટ સાથે અથડાયું અને તે પલટી ગઈ.

Previous Article

એક કલાકમાં 583 પુરુષો સાથે મોજ કરવો યુવતી પર પડ્યો ભારે, વર્લ્ડ રેકોર્ડો બનાવવાના ચક્કરમાં થવું પડ્યું હોસ્પિટલમાં ભરતી

Next Article

હ્રદય કંપાવી દે તેવો મામલો ! એક જ પરિવારના 7 લોકોએ ઝેર ગટગટાવી કર્યો આપઘાત- કારમાં મળી લાશ, જુઓ

error: Protected Content!