ચેમ્પિયન RCB પર અધધધ..કરોડો રૂપિયાનો વરસાદ, GTના ખેલાડીઓ ચમક્યા, સુદર્શને ઓરેન્જ કેપ અને પ્રસિદ્ધે જીતી પર્પલ કેપ, 14 વર્ષના વૈભવને મળી કાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ને એક નવો ચેમ્પિયન મળ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એ પંજાબ કિંગ્સને 6 રને હરાવીને 18મી સીઝનનો ખિતાબ જીત્યો. RCBએ પહેલી વાર IPLનો ખિતાબ જીત્યો, પરંતુ ટ્રોફી જીતવા માટે પંજાબની રાહ વધી ગઈ છે. ટાઇટલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, RCB એ તેમના ટોચના ક્રમના શાનદાર પ્રદર્શનને કારણે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા. વિરાટ કોહલી સહિત બાકીના બેટ્સમેનોએ મહત્વપૂર્ણ ક્ષણોમાં ઉપયોગી ઇનિંગ્સ રમી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

18 વર્ષની મહેનત, ઘણા ઉતાર-ચઢાવ અને વારંવાર ટાઇટલ ગુમાવ્યા બાદ, કોહલીએ આખરે IPL ટ્રોફી જીતી. ચેમ્પિયન બનવાની સાથે, RCB એ માત્ર ચમકતી ટ્રોફી જ નહીં પરંતુ ચમકતી ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાનું વિજેતા ઇનામ મળ્યું.

રનર-અપ પંજાબ કિંગ્સ ટીમને 12.5 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી. આ ઉપરાંત, ઓરેન્જ કેપ, પર્પલ કેપ અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન જેવા ઘણા એવોર્ડ આપવામાં આવ્યા. ત્રીજા ક્રમે રહેલી મુંબઈ ઈન્ડિયન્સને 7 કરોડ રૂપિયા અને ચોથા ક્રમે રહેલી ટીમ ગુજરાત ટાઇટન્સને 6.50 કરોડ રૂપિયા મળ્યા.

IPL 2025માં ફાઇનલ પછી એક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્પિયન અને રનર-અપ ટીમો પર પૈસાનો વરસાદ થયો હતો. આ ઉપરાંત, ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ગુજરાતના સાઈ સુદર્શન, જેણે સિઝનમાં સૌથી વધુ 759 રન બનાવ્યા હતા, તેને ઓરેન્જ કેપ આપવામાં આવી હતી, જ્યારે 25 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારા પ્રસિદ્ધ ક્રિષ્નાને પર્પલ કેપ મળી હતી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને સીઝનનો સુપર સ્ટ્રાઈકર તરીકે પસંદ કર્યો હતો.

ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કૃણાલ પંડ્યા 5 લાખ રૂપિયા, સિઝનનો ઉભરતો ખેલાડી સાઈ સુદર્શન 10 લાખ રૂપિયા અને ટ્રોફી મળી, પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) પ્રસિદ્ધ કૃષ્ણ (25 વિકેટ) 10 લાખ રૂપિયા અને પર્પલ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) સૂર્યકુમાર યાદવ (15 લાખ રૂપિયા અને ટ્રોફી), ફેરપ્લે એવોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ (10 લાખ રૂપિયા અને ટ્રોફી), સુપર સિક્સ ઓફ ધ સિઝન નિકોલસ પૂરન (40 સિક્સ) 10 લાખ, ગ્રીન ડોટ બોલ ઓફ ધ સિઝન મોહમ્મદ સિરાજ 10 લાખ
કેચ ઓફ ધ સિઝન કામિન્દુ મેન્ડિસ 10 લાખ, સુપર સ્ટ્રાઈકર વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ) – 10 લાખ આમ શાનદાર પ્રદર્શન બદલ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો.

Previous Article

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુખદ સમાચાર ! 47 વર્ષની ઉંમરે લોકપ્રિય ફિલ્મમેકરનું નિધન, આવ્યો હાર્ટ એટેક

Next Article

IPL 2025 ટોપ મોમેન્ટ્સ ! ફાઇનલ મેચમાં વિરાટ અનુષ્કાને ગળે લાગી રડ્યો...વૈભવ દિગ્ગજ ખેલાડી ધોનીને પગે લાગ્યો...

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!