‘હવે ફરક નથી પડતો…’ યુઝી ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની બદલાઇ ગઇ જિંદગી, જણાવ્યુ કેવી રીતે વીતાવી રહી છે દિવસો

છૂટાછેડા બાદ પૂરી રીતે બદલાઇ ગઇ ધનશ્રીની જિંદગી, બોલી- ટ્રોલિંગથી ફરક નથી પડતો…

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા હવે અલગ થઈ ગયા છે. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. તેમના થોડા સમય પહેલા જ ઓફિશયલી છૂટાછેડા થઇ ગયા છે. ત્યારે બાર અને બેન્ચના રિપોર્ટ અનુસાર, ચહલ ધનશ્રીને 4 કરોડ 75 લાખ રૂપિયા આપશે. જેમાંથી તેણે 2 કરોડ 37 લાખ રૂપિયા પહેલા જ ચૂકવી દીધા છે. સમાધાનની શરતો મુજબ ચહલે ધનશ્રીને 4 કરોડ 75 લાખ રૂપિયાનું કાયમી ભરણપોષણ આપવા સંમતિ આપી હતી, જેમાંથી 2 કરોડ 37 લાખ 55 હજાર પહેલાથી જ આપી દીધા છે.

ફેમિલી કોર્ટે બાકીની રકમ ન ચૂકવવાને બિન-પાલન ગણ્યું. કોરિયોગ્રાફર, એક્ટ્રેસ અને યુટ્યુબર ધનશ્રી વર્માને ટ્રોલિંગનો પણ ઘણો સામનો કરવો પડ્યો. હવે ધનશ્રીએ ચહલથી છૂટાછેડા પછી પોતાના જીવન અને ટ્રોલિંગ વિશે વાત કરી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની તાજેતરની વાતચીતમાં ધનશ્રીએ છૂટાછેડા પછી તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે વાત કરતા કહ્યું કે, છૂટાછેડા પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ટ્રોલિંગથી તેને કોઈ ફરક પડતો નથી કારણ કે તેણે પોતાને મજબૂત બનાવી છે.

ધનશ્રીએ કહ્યું, “ટ્રોલિંગ મને બિલકુલ પરેશાન કરતું નથી કારણ કે મેં મારી જાતને અંદરથી મજબૂત બનાવી છે. મેં મારી જાતને એટલી હદે સુરક્ષિત રાખી છે કે બહારનો અવાજ મને પરેશાન ન કરે. હું હંમેશા મહેનતુ વ્યક્તિ રહી છું. હવે મેં મારી જીવનશૈલી સંપૂર્ણપણે બદલી નાખી છે અને આંતરિક શક્તિ, શિસ્ત, કસરત અને સારા ખાવા-પીવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મેં મારી જાતને એવા લોકો સાથે રાખી છે જે મને પ્રેમ કરે છે અને આદર આપે છે.

પોતાના મુશ્કેલ સમય વિશે ધનશ્રીએ આગળ કહ્યું, “આ મુશ્કેલ સમયમાં મેં મારી લાગણીઓને મારા કૌશલ્ય એટલે કે ડાંસમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. મને આશા છે કે મેં વધુ લોકોને શક્તિને પોતાનું શસ્ત્ર બનાવવા માટે પ્રેરણા આપી હશે. મેં જે સૌથી મોટી વાત શીખી છે તે છે આત્મનિર્ભરતાનું મહત્વ અને મારા માતાપિતાએ એક મજબૂત પુત્રીનો ઉછેર કર્યો છે. તે કંઈક નવું શીખવાનો અને મારી જાતને મજબૂત બનાવવાનો સમય હતો. મારે મારા વિશે કોઈ ગેરસમજને સ્પષ્ટ કરવાની જરૂર નથી. કારણ કે આ ફક્ત વધુ અટકળો તરફ દોરી જાય છે.

મને લાગે છે કે પ્રેમ એ જીવનનું સૌથી સુંદર પાસું છે.” જણાવી દઈએ કે ધનશ્રીનું તાજેતરમાં ફિલ્મ ભૂલ ચૂક માફમાં રિલીઝ થયેલું ગીત ટીંગ લિંગ સજના હતું. આ ગીતમાં રાજકુમાર રાવ તેની સાથે હતા. હવે તે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ દ્વારા તે પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી રહી છે. ધનશ્રીએ કહ્યું, હું આ નવા પ્રકરણ માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે હું અભિનય કરવા જઈ રહી છું. હું જે કંઈ શીખું છું તેના માટે હું ઉત્સાહિત છું.

Shah Jina
error: Unable To Copy Protected Content!