સંસ્કારી નગરીમાં બે જોડિયા બાળકોને લઈ લફરાબાજ બાયડી ધો.10 નપાસ પ્રેમી જોડે ભાગી ગઈ, પછી હજુ એક મગજ ચકરાવી દે એવો કાંડ કર્યો- જાણો વિગત
સોશિયલ મીડિયા અને સમાચારમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નેત્તર સંબંધોના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવા ઘણા કિસ્સાઓ હેરાન કરનારા પણ હોય છે, એવો જ એક કિસ્સો હાલ વડોદરામાંથી સામે આવ્યો છે જ્યાં એક માતા પોતાના બે જોડિયા બાળકોને લઈને 18 વર્ષના પ્રેમી સાથે ફરાર થઇ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી નારાયણધામ સોસાયટીમાં રહેતા પતિએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યા મુજબ 26 નવેમ્બરના રોજ 24 વર્ષિય પત્ની સાડા ત્રણ વર્ષની ઉંમરના જોડિયા બાળકો સાથે રહસ્યમય ગુમ થઇ હતી. પરિવારજનોની તપાસમાં 24 વર્ષિય પરિણીતા 18 વર્ષની ઉંમરના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની વિગતો સામે આવી હતી. જેને પગલે પતિ સહિતના પરિવારજનોએ બાપોદ પોલીસને જાણ કરી હતી.
આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ફરિયાદી પતિ મહેશ નિકમના લગ્ન વર્ષ 2016 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ એક યુવતી સાથે થયા હતા. તેમનો પાડોશી અને ઘર નજીક જ વાળ કાપવાની દુકાન ધરાવતો તુષાદ દિનેશભાઈ રાવળ અવારનવાર તેમની પત્નીને ઈશારા કરતો હતો. જેથી મહેશભાઈએ તુષાદ તથા પત્ની દીપિકાને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન 26 નવેમ્બરના રોજ પત્ની બે જોડીયા બાળકો સાથે ગુમ થઈ જતા પતિએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
પત્ની માત્ર બાળકો જ નહીં પરંતુ ઘરમાંથી ચાર તોલા સોનું પણ લઈને ગઈ હતી. પતિએ જાણવા જોગ બાદ નોંધાવ્યા છતાં પત્નીને કોઈ ભાળ ન મળતાં પતિએ પોલીસ કમિશ્નરને અરજી કરી હતી. અરજી આપનાર યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ધો-12 પાસ 24 વર્ષિય અંજલીને તેનાથી નાની ઉંમરના અને ધો-10 નાપાસ સાથે પ્રેમ થયો હોવાની વાતો છેલ્લાં કેટલાક સમયથી અમારા ધ્યાનમાં આવી હતી. અંજલી એકલી હોય ત્યારે યુવક ઘરે પણ તેને મળવા આવતો હોવાની વાત જાણવા મળી હતી. જોકે, અંજલીએ તેના પર ખોટા આક્ષેપ કરાય છે એવી ફરિયાદ સાસરીયાને કરી હતી.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, યુવકની કોઈ કમાણી નથી અને નથી કોઈ બેંક બેલેન્સ આ વિગતો તેના માતા-પિતા પાસેથી જ જાણવા મળી છે. જ્યારે બીજી તરફ પલક આશરે 4 તોલા દાગીના લઈને ઘરેથી નીકળી હતી. બંને જણા પહેલા માંડવી ગયા હતાં અને માંડવી ખાતે કોઈ જ્વેલર્સને દાગીના વેચીને દોઢ-બે લાખ રૂપિયા મેળવ્યા હોય તેવી આશંકા છે. છેલ્લાં 15 દિવસથી પરિવારજનો બે માસૂમ બાળકોની સુરક્ષાની ચિંતામાં તેમની શોધખોળ કરી રહ્યાં છે