વડોદરામાં તસ્કરોને ચોરી કરતાં અટકાવવા જતાં સુરેશ ભરવાડની તીક્ષ્ણ ઘા મારી કરી હત્યા, એક મહિના પછી હતા લગ્ન, જાણો સમગ્ર માહિતી

Vadodara Security Man : ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વડોદરામાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.વડોદરામાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે હાલમાં તસ્કરોને કારણે એક યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચા-નાસ્તાની દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા તસ્કરોને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સુરેશ ભરવાડે રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ આ દરમિયાન તસ્કરો તેને છરીના 9થી 10 જટેલા ઘા ઝીંકી ફરાર થઇ ગયા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલિસે હાલ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. એવું સામે આવ્યુ છે કે, સુરેશના એક મહિના બાદ લગ્ન થવાના હતા. વાઘોડિયા ચોકડી પાસે 30 વર્ષીય સુરેશ ભરવાડ નેશનલ હાઇવે ઉપર એપીએમસીની બાજુમાં આવેલ જયઅંબે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતો હતો.

હત્યારો

ત્યારે મધરાત્રે એપીએમસીની સામે આવેલ ચા-નાસ્તાની કેબિન તૂટવાનો અવાજ આવતા તે સ્થળ પર પહોંચ્યો અને કેબિન તોડી રહેલા તસ્કરોને તેણે પૂછ્યુ કે કેબિન કેમ તોડો છો ? ત્યારે તસ્કરોએ સુરેશ પર 9-10 જેટલા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા અને આ દરમિયાન ગંભીર ઇજાને પગલે તેણે દમ તોડી દીધો. પોલિસે ઘટના બન્યાના ગણતરીના કલાકમાં જ હત્યારા આરીફ ગનીમીયાં શેખની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યુ કે, આરીફ સામે પાણીગેટ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ સહિત 7 ગુના નોંધાયેલા છે.

જણાવી દઇએ કે, સુરેશ ભરવાડ મૂળ ખંભાતના વરણેસ ગામનો વતની હતો અને તે એક વર્ષ પહેલાં જ પરિવાર સાથે વડોદરામાં સ્થાયી થવા આવ્યો હતો. તેના લગ્ન પણ 30 મે 2023ના રોજ લેવાયા હતા. ત્યારે હવે લગ્નના એક મહિના પહેલાં જ તેની હત્યા થતાં પરિવારજનોના માથે પણ આભ ફાટી પડ્યુ છે. સુરેશની હત્યાની ખબર મળતા જ પરિવાર દોડી આવ્યો હતો અને તેમના હૈયાફાટ રૂદનથી વાતાવરણ પણ ગમગીન બન્યુ હતુ.

Shah Jina