હવે વડોદરા શહેરમાં વધુ એ નબીરાએ 7 વર્ષના માસુમ બાળકનો જીવ લીધો, સ્થાનિકોનો ચાલાક દારૂના નશામાં હોવાનો દાવો

માસુમ 7 વર્ષના બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું, વધુ વડોદરામાં હિટ એન્ડ રન- જાણો વિગત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ઠેર ઠેર બનતી જોવા મળી રહી છે, હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદની અંદર ફૂટપાથ ઉપર રહેતા ગરીબ મજૂરોને એક પૈસાદાર બાપના નબીરાએ કચડ્યા હોવાનું સામે આવ્યું હતું, અને હવે તેના બાદ વડોદરામાંથી પણ એક કમકમાટી ભરેલો કિસ્સો સામે આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક હિટ એન્ડ રનનો બનાવ નોંધાયો છે, જેમાં એક રેસિંગ જિપ ચાલકે એક 7 વર્ષના માસુમ બાળકને કચડી નાખ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં આ માસુમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારના  મંગલેશ્વર મહાદેવ-સ્મશાન રોડ પર મોડી સાંજે રેસિંગ જીપના ચાલકે એક્ટિવા પર જતાં ત્રણ વ્યક્તિઓને એડફેટે લીધા હતા. અને આ અડફેટે એટલી ભયાનક હતી કે આ ઘટનામાં 7 વર્ષના માસૂમ બાળક કવિશ પટેલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.

આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલાક ત્યાંથી ભાગી ગયો હતો. રેસિંગ જીપના ચાલકે અકસ્માત સર્જ્યા બાદ અલવા નાકા પાસે ડિવાઈડર પર જીપ ચઢાવી દીધી હતી. આ અકસ્માત બાદ ત્યાં જ જીપ મૂકીને ચાલક ફરાર થયો હતો.

તો લોકોમાં આ જીપ ચાલાક ખાનદાની નબીરો હોવાનું સામે આવી રહ્યું છે, આ ઉપરાંત ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે ચાલક દારૂના નશામાં પણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ 7 વર્ષનું માસુમ બાળક પોતાના ભાઈ બહેન સાથે ટ્યુનશ પૂર્ણ કરીને પોતાના ઘરે જઈ રહ્યું હતું તે દરમિયાન જ આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ ભાઈ બહેનને હોસ્પિટલ પહોંચાવ્યાં હતા પરંતુ ત્યાં ડોક્ટરોએ 7 વર્ષના માસુમને મૃત જાહેર કર્યો હતો. લોકોમાં પણ આ ઘટના  બાબતે રોષ જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારના વાહનો ગેરકાયદેસર હંકારાતા હોય આરટીઓની કામગીરી પર પણ સવાલ સર્જાઈ રહ્યા છે.

આ ઉપરાંત મોડીફાઇ કરેલ જીપ પાછળ સેવ એનિમલ પણ લખેલું જોવા મળતા લોકોનો ગુસ્સો વધુ ફૂટ્યો છે. એક તરફ કાર ચાલક પ્રાણીઓને બચાવવાની વાતો કરી રહ્યા છે અને બીજી તરફ રસ્તે આવતા લોકોને કચડી રહ્યા છે. જેના કારણે લોકોમાં ગુસ્સો પણ ભરાયો હતો. પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધી ચાલકની શોધ શરૂ કરી છે.

Niraj Patel