વડોદરામાં રૂમમાં તાપણું કરતા દંપતીનું થયું મૃત્યુ, સવારે મૃતદેહ મળ્યાં જ બધા ચીસો પાડવા લાગ્યા, ફફડી ઉઠ્યા

આ ભૂલ ન કરતા, તાપણુ કરનારાઓ ચેતી જજો જલ્દી: ઠંડીથી બચવાના ચક્કરમાં દંપતિએ તાપણું કર્યું અને થયું દર્દનાક મૃત્યુ- જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી ઘણીવાર ગુંગળામણથી મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં વડોદરાના દશરથ વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દંપતિ કડકડતી ઠંડીથી બચવા તાપણું કરીને સૂઇ ગયા હતા અને તેને કારણે ગુંગળાઇ જવાથી દંપતિનું મોત નીપજ્યું હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરનાં કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા 49 વર્ષિય વિનોદ સોલંકી રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અને તેમનું બીજું ઘર દશરથ ગામથી આજોડ ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ક્રિષ્ણાવેલી સોસાયટીમાં છે. તે તેમની પત્ની ઉષા સોલંકી સાથે ક્રિષ્ણાવેલી સોસાયટીના ઘરમાં સૂવા માટે આવ્યા અને ઠંડી વધુ હોવાને કારણે તેમણે તગારામાં કોલસા ભરીને તાપણું કર્યું. જો કે, ચાલું તાપણામાં જ તેમની આંખ લાગી જતા બંને સૂઇ ગયા અને બીજા દિવસે સવારે તેમના દીકરાએ માતાપિતાને ફોન કર્યો પણ કોઇએ ફોન ન ઉપાડતા મોટો પુત્ર ઘરમાં તપાસ કરવા માટે આવ્યો.

ઘરનો દરવાજો ખખડાવતા તેના માતા-પિતાએ ખોલ્યો નહિ અને તે બાદ તે મકાનનાં પાછળનાં દરવાજાની સાંકળ ખોલીને અંદર ગયો. તેણે અંદર જઇ જોયુ તો બેડરૂમમાં દરવાજો અંદરથી બંધ હતો પણ જોર લગાવીને તેણે દરવાજો તો ખોલ્યો પણ અંદરનું દ્રશ્ય જોઇ તે હેરાન રહી ગયો. કારણ કે અંદર તો તેના માતા-પિતાનાં મૃતદેહ હતા. જે બાદ આ અંગે છાણી પોલીસને જાણ કરવામાં આવી

અને પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. પોલીસને રૂમમાંથી કોઇ દવા કે અંતિમ ચિઠ્ઠી નથી મળી આવી. પોલીસનું અનુમાન છે કે, તાપણું ચાલુ રાખી સૂઇ જોવાને કારણે અને રૂમના બારી બારણા બંધ હોવાને કારણે ગૂંગળાઇ જવાથી તેમના મોત થયા હોવાની શક્યતા છે.

Shah Jina