વડોદરા બોટ દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો : કોન્ટ્રાક્ટમાં હેરાફેરી, મુખ્ય કોન્ટ્રાકટરે સેવ ઉસળની લારી વાળાને…..

વડોદરા અને સમગ્ર ગુજરાત માટે ગઇકાલનો દિવસ ગોઝારો સાબિત થયો. હરણી તળાવમાં સ્કૂલના વિદ્યાર્થીઓ કે જે પિકનિક પર ગયા હતા, તેમની બોટ પલટી ગઈ અને જોતજોતામાં જ માસૂમ બાળકોના મોતની ચીચીયારીઓ ગુંજી ઊઠી. ત્યારે આ દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થયો છે. તળાવમાં બોટીંગના કોન્ટ્રાક્ટમાં અદલા-બદલી થઇ હતી. જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ સોંપાયો હતો, તેણે અન્ય 2 વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ આપ્યા હોવાનું સામે આવ્યુ છે.

પાપ્ત જાણકારી અનુસાર, હરણી તણાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો અને આના માલિક પરેશ શાહે નિલેશ જૈનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જો કે, નિલેશે વળી કોઇ ત્રીજી જ વ્યક્તિને બારોબારીયું કર્યું. ત્યારે સવાલ એ છે કે પરેશ શાહે નિલેશ જૈનને બારોબાર કોન્ટ્રાક્ટ આપ્યો તો તેણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી કે નહિ ? અને જો જાણ કરી હતી તો તેણે વળી બીજા વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો તેનું શું ?.

આ ઉપરાંત એ પણ સવાલ છે કે સેફ્ટી અને સિક્યોરિટીમાં કોર્પોરેશને જવાબદારી કેમ ન નીભાવી ?. આ બધા વચ્ચે એવી ચર્ચાએ ડોર પકડ્યુ છે કે સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ બોટ ચલાવતો હતો. આ ઉપરાંત એવું સામે આવ્યુ છે કે કોઇને લાઇફ જેકેટ પહેરવા અપાયા નહોતા અને કેપેસિટી કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા હતા.

Shah Jina