હે રામ !! આ શું થઇ ગયું ! વડોદરામાં બોટિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓની બોટ પાણીમાં જ પલટી મારી ગઈ, આટલા બાળકોના થયા મોત

મોતની પિકનિક : વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી..

Vadodara boat capsized in the water : ગુજરાતની અંદર ઘણીવાર અકસ્માતની એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ એક એવી જ એક ઘટના સામે આવી છે જેને લઈને લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

વડોદરાની એક જાણીતી સ્કૂલના બાળકો તળાવમાં બોટિંગ કરવા માટે ગયા અને બોટ પાણીમાં જ ઉંધી પડી ગઈ હતી અને 23થી વધુ બાળકો અને 4 જેટલા શિક્ષકો પાણીંમાં જ ડૂબી ગયા હતા, આ ખબરે લોકોને પણ ભયભીત કરી દીધા છે.

23 બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં આવેલા હરણી વિસ્તારના તળાવની અંદર એક પ્રાઇવેટ સ્કૂલના બાળકો પ્રવાસ માટે આવ્યા હતા, ત્યારે 23 બાળકો સાથે 4 શિક્ષકોને એક જ બોટમાં બેસાડી દેવામાં આવ્યા, આ દરમિયાન 11 બાળકોને જ લાઈફ જેકેટ પહેરાવ્યા હતા

બાકીનાને લાઈફ જેકેટ પણ નહોતા પણ પહેરાવવામાં આવ્યા નહોતા અને બોટ પાણીમાં જ ઉંધી પડી ગઈ હતી અને તમામ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી.

9ના મોત :

ત્યારે ફાયર બ્રિગેડની બચાવ કામગીરીમાં 9ના મૃતદેહ મળી આવ્યા હોવાની ખબર પણ સામે આવી છે, ત્યારે હજુ પણ અન્ય 7 લાપતા છે, મોતનો આંકડો હજુ પણ વધી શકે છે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે,

હજુ પણ બાળકોને તળાવમાંથી શોધવાની કામગીરી ચાલી રહી છે.  ત્યારે આ ઘટનાને લઈને ત્યાં હાજર શિક્ષકોએ કોન્ટ્રાકટર પર આક્ષેપો કર્યા છે અને જણાવ્યું છે કે બોટની કેપેસીટી 10 થી 12 બાળકોને બેસાડવાની હતી પરંતુ 20થી 25 બાળકો બોટમાં બેસાડવાના કારણે આ દુર્ઘટના બની છે.

બચાવ કામગીરી ચાલુ :

ત્યારે આ સમગ્ર મામલે વડોદરાના મેયર પિંકી સોનીએ જણાવ્યુ હતુ કે, “પ્રવાસી બાળકો અને શિક્ષકોની બોટ પલટી ખાઈ ગઈ છે. હોસ્પિટલમાં તૈયારી કરી દેવામાં આવી છે. બચાવ કામગીરીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે.” તો વડોદરાના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે, “મોટનાથ તળાવમાં વડોદરા ફાયર વિભાગની તમામ 6 ટીમો હાજર થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હાલ બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને જાનવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10થી 11 બાળકોને રેસ્ક્યૂ કરાવમાં આવ્યા છે. તેમને ઘટનાસ્થળે ફાયરવિભાગે સીપીઆર પણ આપ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel