પાલનપુરની એક કિશોરીને ઇન્સ્ટાગ્રામ ઉપર એક દીકરાના બાપ સાથે થયો પ્રેમ, સંબંધો બાંધ્યા બાદ ગર્ભ પણ રહી ગયો અને પછી થયું એવું કે…

આજના મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, વળી કોરોનાકાળમાં શિક્ષણ પણ ઓનલાઇન થવાના કારણે બાળકો પણ મોબાઈલનો વધુ પડતો વપરાશ કરવા લાગ્યા છે, તો ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા નાની ઉંમરની છોકરીઓને ફસાવતા પણ હોય છે અને દુનિયાથી અજાણ નાની ઉંમરની કિશોરીઓ આવા લોકોના ચુંગલમાં ફસાઈ પણ જાય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવો જ એક કિસ્સો પાલનપુરના વડનગરમાંથી સામે આવ્યો છે.જેમાં વડનગરની એક કિશોરીને ઇન્સ્ટાગ્રામ દ્વારા પાલનપુરના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો અને પછી બંને અવાર નવાર મળવા લાગ્યા અને બન્ને વચ્ચે સંબંધો પણ બંધાવવા લાગ્યા, જેના કારણે કિશોરીને ગર્ભ રહી ગયો.

કિશોરીને પોતાના પેટમાં રહેલા ગર્ભની જાણ થતા જ તેને યુવકને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું, જેના બાદ યુવકે પોતાની સાચી હકીકત જણાવી હતી, યુવકે તેને જણાવ્યું હતું કે તે પોતે પરણિત છે અને એક સંતાનનો પિતા પણ છે, જેના કારણે કિશોરીને પોતાની સાથે છેતરામણી થઇ હોવાનું લાગી આવતા તેને 181 અભયમની મદદ લીધી હતી.

આ ઘટનાને લઈને 181 અભયમની ટીમના કાઉન્સિલર લક્ષ્મીબેન સોલંકીએ પોલીસકર્મી શિલ્પાબેન અને ચાલક અમરતભાઈ સાથે જઈને સગીરાનું કાઉન્સિલિંગ કર્યું હતું, અને કિશોરીને કાયદાકીય સલાહ આપીને પાલનપુરમાં કોઈ સુરક્ષિત સ્થળે ખસેડી હતી. તો બીજી તરફ કિશોરી તેના પ્રેમી સાથે જ રહેવાની જીદ કરીને બેઠી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર સગીરા તેના પ્રેમીથી ગર્ભવતી બની હોવાની જાણ તેના માતા-પિતાને થતા તેમને સગીરાને ઘરમાંથી કાઢી પણ મૂકી હતી. ત્યારે 181 અભયમની ટીમે કિશોરીને હાલ કોઈ સુરક્ષિત સ્થળ ઉપર રાખી હોવાની પણ વાત મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી છે.

Niraj Patel