વડોદરા સમેત સમગ્ર ગુજરાત માટે 18 તારીખના રોજ બનેલ હરણી તળાવ દુર્ધટનામાં અનેક બાળકોના જીવ ગયા. ત્યારે આ દુર્ઘટનામાં વડોદરાના આજવા વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના બે બાળકોના પણ મોત થયા હતા અને બંનેના અંતિમ સંસ્કાર સમયે પરીવાર સહિત સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યો હતો.
બે બાળકોના મોત બાદ પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. ભારે હૈયે પરિવાર દ્વારા બંને બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે મૃતકની માતાએ જણાવ્યું કે, તેમની દીકરી અનન્ય પ્રેમની મુરત હતી કારણ કે 17 વર્ષની મન્નત બાદ દીકરી મળી હતી.
10 વર્ષિય આશીયા ખલીફાનો જન્મ હજારો મન્નતો અને મસ્જિદ દરગાહ પર દુઆઓ માગ્યા બાદ થયો હતો, પણ અકાળે તેનો ઈન્તેકાલ થતા પરિવાર માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. આશિયાના પિતા લંડન હતા, જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમના હૈયાફાટ રુદનને કારણે તો વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મૃતક આશિયાના પિતાના નાના ભાઈના દીકરા અયાનનું પણ આ જ દુર્ઘટનામાં મોત થયું હતું. અયાન 3 બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. ત્યારે ભાઈ-બહેનનો એક સાથે જનાજો નીકળતા લોકો હીબકે ચઢ્યા હતા.
સોર્સ : ન્યુઝ 18 ગુજરાતી