દિલ્લીની વાયરલ વડાપાવ વાળી ધ્રુસકેને ધ્રુસકે રડી, બોલી- MCD વાળા, પોલિસવાળા બહુ પરેશાન કરી રહ્યા છે…જુઓ વીડિયો

કોણ છે દિલ્લીની રૂપ રૂપનો અંબાર વડાપાવ ગર્લ…રડી રડીને વેચી રહી છે વડાપાવ, કહ્યુ- MCD વાળા બહુ પરેશાન કરે છે

દિલ્હીની મશહૂર વડાપાવ ગર્લ ચંદ્રિકા ગેરા દીક્ષિતને સ્વાદિષ્ટ વડાપાવ વેચવા માટે ઓળખ મળી છે. વડાપાવ મહારાષ્ટ્રનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, મહારાષ્ટ્રમાં વડાપાવનો અલગ જ ક્રેઝ છે. જો કે, હાલમાં આ ટ્રેન્ડ દિલ્હીમાં પણ પ્રભુત્વ ધરાવે છે. ઈન્દોરની રહેવાસી ચંદ્રિકાએ એક સ્ટોલ ખોલ્યો અને પછી તેનો સ્ટોલ ઝડપથી ચાલવા લાગ્યો. હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં સાવ અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે ચંદ્રિકા રડતી જોવા મળી.

ચંદ્રિકા ફોન પર રડતી કહી રહી હતી કે પોલીસકર્મીઓ અને MCD વાળા ખૂબ હેરાન કરી રહ્યા છે. તેણે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના અધિકારીઓ પર સતત તેને હેરાન કરવાનો, અને તેની રેકડી બંધ કરવાની ધમકી આપવાનો તેમજ વધુને વધુ પૈસાની માંગ કરવાનો આરોપ મૂક્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, તે આ કેમ કરી રહ્યા છે તે સ્પષ્ટ નથી, પરંતુ ચંદ્રિકાનું કહેવું છે કે તેને માત્ર પૈસા જોઈએ છે.

તેણે કહ્યું કે તાજેતરમાં તેણે તેને લગભગ 30,000 થી 35,000 રૂપિયા આપ્યા હતા. પોતાની પરેશાનીઓ વચ્ચે તે વારંવાર કહી રહી હતી કે, આ બધી પૈસાની રમત છે. આ પછી ચંદ્રિકાએ તેના ગ્રાહકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેણે તેમને કહ્યું કે MCDના લોકો તેને હેરાન કરી રહ્યા છે. તેણે તેના ભાઈને ફોન કર્યો અને જલ્દી આવવા માટે કહ્યુ કારણ કે MCD અધિકારીઓ તેના સ્ટોલને બંધ કરવાની ધમકી આપી રહ્યા હતા.

આ પછી ચંદ્રિકા દીક્ષિતે ગ્રાહકોને પૂછ્યું કે શું હું ખોટી છું? ઘણા લોકોએ તેને ટેકો આપ્યો અને કહ્યું કે “રોજી રોટી કમાવવી કોઇ ખોટી વાત નથી.” ઘણા લોકોએ ચંદ્રિકાને સલાહ આપી અને તેની સમસ્યા સમજી. કેટલાક લોકોએ કહ્યું કે તેઓએ MCD પાસેથી પરવાનગી લેવી જોઈએ જેથી કરીને તેમને આગળ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. એક યુઝરે કહ્યું, “આ સ્ત્રી કે પુરુષ હોવાની વાત નથી, પરંતુ MCD નિયમોની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina