વાયરલ સુંદર વડા પાવ ગર્લની પોલિસે કરી ધરપકડ…સામે આવ્યો વીડિયો

દિલ્લીમાં મુંબઇના સ્વાદનો વડાપાવ લોકોને પીરસતી ચંદ્રિકા ગેરા દીક્ષિત અવાર નવાર વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર તે વિવાદમાં છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની પોલિસે ધરપકડ કરી છે. જી હા, ચંદ્રિકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિલ્હી પોલીસ દ્વારા તેની રોડ કિનારેથી ધરપકડ કરવામાં આવી રહી છે.

આ ઘટના કથિત રીતે 30 એપ્રિલના રોજ પીતમપુરા વિસ્તારમાંથી પ્રકાશમાં આવી હતી. અહેવાલો અનુસાર જ્યારે તેણે તેના પુત્રના જન્મદિવસ નિમિત્તે શેરી ભંડારાનું આયોજન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ધરપકડ કરાઇ. જો કે, લોકો દેખીતી રીતે વ્યસ્ત રસ્તા પર આવી ઘટનાનો વિરોધ કરતા હતા, જેના કારણે પોલીસની સંડોવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ પોસ્ટ પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મોટાભાગના લોકોએ દિલ્હી પોલીસના પગલાને ટેકો આપ્યો, જ્યારે બાકીના લોકોએ તેને સતત મુશ્કેલી સર્જનાર ગણાવી. કેટલાક લોકોએ તેને એટેન્શન સીકર પણ કહી. જણાવી દઇએ કે, હાલમાં જ થોડા દિવસો પહેલા તેનો રસ્તા વચ્ચે ગાલીગલોચ અને હાથાપાઇનો વીડિયો સામે આવ્યો હતો. મામલો શું હતો તે તો સામે નથી આવ્યુ પણ વડાપાવ ગર્લ અને તેની માતા સાથે કેટલાક લોકો ઉગ્ર બોલાચાલી કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Previous Article

રન મશીન ઋતુરાજ ગાયકવાડે વિરાટ કોહલીને છોડ્યો પાછળ, ધોનીને પણ પછાડ્યો...આવું કરનાર CSKનો પહેલો કેપ્ટન

Next Article

મેચ હારીને પણ બુમરાહે જીત્યુ દિલ, બાળકને આપી એવી ગિફ્ટ કે ખુશી પહોંચી સાતમા આસમાન પર, વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ ગયો

error: Protected Content!