ખબર

બ્રેકીંગ ન્યુઝ: આ કારણે ગુજરાતમાં તમામ કોરોના રસીકરણ કેન્દ્રો આગામી બે દિવસ બંધ રહેશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના સંક્રમણના નવા 3,11,170 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોવિડ નો કુલ કેસનો આંકડો 2,46,84,077 પર પહોંચ્યો છે. જ્યારે 36,18,458 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

કોવિડ મહામારીને લીધે એક દિવસમાં 3,62,437 દર્દીઓ સાજા થયા છે અને આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,07,95,335 થઈ છે. જો કે સૌથી ચિંતાજનક કોઈ વાત છે તો તે છે રોજનો ડેથનો આંકડો. એક દિવસમાં કોરોનાથી 4077 દર્દીઓએ જીવ ગુમાવ્યા.

આ સાથે કુલ મૃત્યુઆંક 2,70,284 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 18,22,20,164 લોકોને રસી અપાઈ છે. છેલ્લા ૨ મહિનાથી કોરોના વાયરસને લીધે રોજના હજારોના મોત થઇ રહ્યા છે.

એવામાં આ સંકટની વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનો સંભવિત ખતરો દેખાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વેક્સિનની કામગીરી પર વાવાઝોડાનિય અસર દેખાઈ રહી છે. સમાચાર મળી રહ્યા છે કે આગામી બે દિવસ માટે રસીકરણ અભિયાન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાવાઝોડાને પહોંચી વળવા માટે દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કાલે અને પરમદિવસે બે દિવસ સુધી રસીકરણને રોકી દેવા માટે CM રૂપાણીએ આદેશ આપ્યા છે. 17 તથા 18 મેના રોજ રસીકરણ બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે તમામ જિલ્લાઓને સૂચના આપી દેવામાં આવી છે.

નોંધનીય છે કે અરબી સમુદ્રમાં આ તુફાને પોતાની તાકાત વધારી છે અને સ્પીડમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, રાજકોટ, દીવમાં પડી શકે છે ભારે વરસાદ.