વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ ઇંફેક્શન ડીસિઝ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેન્દ્રનું કોરોનાથી નિધન

અમેરિકાની ફાઇઝર રસીના બન્ને ડોઝ લીધા બાદ ભારત આવેલા ડો. રાજેન્દ્ર કપિલાને કોરોના થતા મોત નિપજ્યું હતું. તેઓ ભારતીય કોરોના વેરિએંટના સંપર્કમાં આવ્યા હતા, જેથી નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકાની ફાઇઝર રસીની ભારતીય વેરિએંટ પર કોઇ ખાસ અસર નથી થઇ રહી.

ડો. રાજેન્દ્ર કપિલા ઇંફેક્શન ડીસિઝ સ્પેશિયાલિસ્ટ હતા અને અમેરિકાના ન્યૂજર્સીમાં પ્રેક્ટિસ કરતા હતા, તેમની પાસે મેડિકલ ક્ષેત્રનો ૨૦ વર્ષનો અનુભવ હતો અને તેઓ અમેરિકન સૈન્યમાં મેડિસિનના અસિસ્ટન્ટ ચીફ પણ હતા. ભારત આવ્યા તે પહેલા તેઓએ અમેરિકાની ફાઇઝર રસીના બન્ને ડોઝ લઇ લીધા હતા.

મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાંથી મેડિકલ ડીગ્રી લીધા બાદ તેઓ અમેરિકામાં ન્યૂજર્સીના ન્યૂવર્કમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમના નજીકના સાથીઓ જણાવી રહ્યા છે કે અમેરિકાની કોરોના સામેની મહત્વની ગણાતી ફાઇઝર રસીના બન્ને ડોઝ લીધા પણ ભારતીય કોરોના વેરિએંટ એટલો ખતરનાક છે કે અમેરિકાની ફાઇઝર રસીથી પણ તેમને રક્ષણ નહોતુ મળી શક્યું.

 

Shah Jina