ગુજરાતના આ ગામડાના ખેડૂતના દીકરા ઉપર આવ્યું વિદેશી યુવતીનું દિલ, ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને કર્યા લગ્ન, જુઓ તસવીરો

હાવર્ડ યુનિવર્સિટીમાં ભણતી યુવતીનું દિલ આવી ગયું ગુજરાતના ખેડૂત પુત્ર પર, ભારતીય સંસ્કૃતિ ખુબ ગમી ગઈ

પ્રેમને કોઈ બંધનો નડતા નથી અને આજે જમાનો સોશિયલ મીડિયાનો છે, તમે પણ એવી ઘણી પ્રેમ કહાનીઓ સાંભળી હશે જે ઓનલાઇન બંધાતી હોય છે, ઘણીવાર તો વિદેશમાં રહેતા યુવક યુવતીઓને પણ ભારતમાં રહેનારા યુવક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બંધાઈ જાય છે અને સાત સમુદ્ર પર કરીને તે લગ્ન કરવા માટે ભારત પણ આવતા હોય છે.

ત્યારે હાલ એવી જ એક પ્રેમ કહાની લગ્ન સુધી પરિણમી છે. જેમાં ગુજરાતના એક નાના એવા ગામડાના ખેડૂતના દીકરા ઉપર એક વિદેશી યુવતીનું દિલ આવી ગયું અને બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ કરી લીધો. જેના બાદ તેમના લગ્ન થયા અને હવે તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

અમે વાત કરી રહ્યા છે ગાંધીનગરમાં આવેલા દશેલા ગામના ખેડૂત પુત્ર ઋચિક ચૌધરીની. જેને હાવર્ડ યુનિવર્સિટીમાં ભણતી એમિલી સાથે આંખ મળી ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. તેમની પ્રેમ કહાની પણ ખુબ જ રસપ્રદ છે. ઋચિક ભણવા માટે અમેરિકા ગયો હતો અને ત્યાં એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં તેની મુલાકાત એમિલી સાથે થઇ અને ત્યારથી આ પ્રેમ કહાનીની શરૂઆત થઇ.

મીડિયા સાથે વાત કરતા ઋચિકના પિતા મનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઋચિક વર્ષ 2016માં અમેરિકા ભણવા માટે ગયો હતો, ત્યાં એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં તેની મુલાકાત એમિલી સાથે થઇ. જ્યાં શરુઆતમાં બંને વચ્ચે મિત્રતા થઇ અને પછી એ મિત્રતા પ્રેમમાં પરિણમી. એમિલી પણ ઋચિક સાથેના પ્રેમમાં ભારતીય સંસ્કૃતિ અને રીતિ રિવાજોથી ખુબ જ પ્રભાવિત થઇ હતી.

જયારે ઋચિક અને એમિલી અમેરિકામાં હતા ત્યારે ગુજરાતી સમાજ દ્વારા થતા ગરબાના આયોજનોમાં પણ એમિલી ગરબે ઘૂમવા માટે જતી હતી. જેના બાદ તેમને પરિવારની સંમતિ બાદ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એમિલીના માતા પિતાને પણ તેમના લગ્ન વિશેની વાત કરતા તેમને પણ મંજૂરી આપી હતી.

એમિલી વેવિશાળ દરમિયાન ભારત આવી હતી અને તેને અમેરિકામાં રહેતા તેના મિત્રો માટે ચણિયાચોલીઓ અને સાડીઓ ખરીદી અને તેમને ભેટમાં પણ આપી હતી. એમિલીને ભારતીય પરિધાન પ્રત્યે પણ ખુબ જ રુચિ છે. મનુભાઈએ જણાવ્યું કે બંનેનું રિસેપશન દેશલા ગામમાં યોજવામાં આવ્યું, જ્યાં એમિલી પણ પરિવાર સાથે ગરબે ઘૂમી હતી.

રિસેપશનમાં મોટી સંખ્યામાં ગામના લોકો, સગા સંબંધીઓ અને મિત્રવર્તુળ હાજર રહ્યા હતા. અને તેમને પણ આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. એમિલીએ ગામની અંદર ખેતર બોરકૂવાની પણ મુલાકાત લીધી હતી. ઋચિક પણ અમેરિકામાં ભણેલો છે અને તે પોતે પણ સોફ્ટવેર એન્જીનીયર છે.

Niraj Patel