ઉર્વશી રૌતેલાએ ઇન્ડિયા-પાકિસ્તાન મેચમાં લગાવ્યો ગ્લેમરનો તડકો, દુબઇ સ્ટેડિયમમાં બ્લૂ ડ્રેસમાં વરસાવ્યો કહેર

ભારતને એશિયા કપની સુપર 4 મેચમાં રવિવારે સતત બે મેચ જીત્યા બાદ હારનો સામનો કરવો પડ્યો હતો. 4 સપ્ટેમ્બરે એટલે કે ગઇકાલે પાકિસ્તાન સાથે રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા રવિવારે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી હતી. ઉર્વશી પહેલીવાર સ્ટેડિયમ નથી પહોંચી, પરંતુ આ પહેલા પણ તે 28 ઓગસ્ટે એશિયા કપ અંતર્ગત રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચની સાક્ષી હતી.

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને આ જાણકારી આપી હતી. ઉર્વશીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે બ્લૂ ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે. બેકગ્રાઉન્ડમાં ખેલાડીઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત તેણે જે વીડિયો શેર કર્યો છે, તેમાં વિરાટના નામની બૂમો પણ સંભળાઇ રહી છે. વીડિયોમાં ઉર્વશી રૌતેલા પોતાની સ્ટાઈલ બતાવી રહી છે. ઉર્વશીએ મેદાનથી બે વીડિયો શેર કર્યા હતા. એકમાં તે વિરાટ કોહલી માટે તાળીઓ વગાડતી જોવા મળી હતી.

ઉર્વશી રૌતેલા તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં હતી. તે ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની પૂર્વ પ્રેમિકા તરીકે ઓળખાય છે. જો કે બંનેએ ક્યારેય તેમના સંબંધો અંગે સત્તાવાર રીતે કંઈપણ જણાવ્યું નથી. બંને વચ્ચે કંઇક થયુ હતુ અને તે બાદ બંનેના વર્ષ 2018માં બ્રેકઅપના સમાચાર આવ્યા. મેચની વાત કરીએ તો, આ મેચમાં વિરાટ કોહલી સિવાય કોઈ પણ બેટ્સમેન વધુ રન બનાવી શક્યો નહોતો.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

આ દરમિયાન ટીમનો વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત 14 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, તેની કથિત ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ઉર્વશી રૌતેલાને જોરદાર ટ્રોલ કરવામાં આવી, જે ભારત-પાક મેચ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાજર હતી. પહેલા બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન 5માં નંબર પર બેટિંગ કરવા આવેલ ઋષભ પંત માત્ર 14 રન જ બનાવી શક્યો અને કેચ આઉટ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

જે બાદ ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરવા લાગ્યા. ટ્વિટર પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું ‘ઉર્વશી રૌતેલા આ સમયે સ્ટેડિયમમાં સૌથી ખુશ વ્યક્તિ હશે કારણ કે રિષભ પંત 14 રન બનાવીને આઉટ થયો હતો.’ એક અન્ય યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું ‘ઉર્વશી હટાઓ ઋષભ પંત બચાવો’. જો કે, એક યુઝરે તો ઉર્વશીને પનોતી પણ કહી હતી.

Shah Jina