ઉર્વશી રૌતેલાએ હોટેલમાં કર્યું કંઈક એવું જેના લીધે બધાની સામે માગવી પડી માફી, જાણો….

વીડિયો : ઉર્વશી રૌતેલાએ હોટેલમાં કરી આ ભૂલ, વીડિયો વાયરલ થવા પર માંગવી પડી માફી

અભિનેત્રી ઉર્વશી રૌતેલા ક્યારેક તેના લૂક તો ક્યારેક તેના અભિનયને લઈને ચર્ચમાં રહે છે. સોશ્યિલ મીડિયા પર ઉર્વશીની ઘણી સારી ફેન ફોલોઇંગ છે.

તે ઘણી વાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીર અને વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન તેની તરફ ખેંચે  છે. હાલમાં જ ઉર્વશીએ એક વીડિયો મુક્યો હતો જેના લીધે એક ચાહક ઘણો નારાજ થયો હતો. જેના લીધે ઉર્વશીએ તે ચાહકનો વીડિયો તેના સોશ્યિલ મીડિયા પર શેર કર્યો અને કહ્યું કે હું ખુદ બધા ચાહકોને મળીશ જે મને મળી શક્યા નથી.

હાલમાં ઉર્વશી તેનું શૂટિંગ તિબ્લિસમાં શૂટ કરવા ગઈ હતી, પરંતુ શૂટિંગ પછી જયારે તે હોટેલ પહોચી તો તેની તબિયત બગડી હોવાના કારણે તે હોટેલમાં જ આરામ કરીરહી હતી. તે દરમ્યાન અભિનેત્રીને એ વાત ની જરાય ખબર હતી નહિ કે તેના 50-60 ચાહકો હોટેલના નીચે છેલ્લા 72 કલાકથી વગર ઊંઘે તેમની રાહ જોઈ રહ્યા હતા.

પણ જયારે ઉર્વશી હોટેલની બહાર નીકળી ત્યારે તેમને ખબર પડી કે ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે. ઉર્વશીને ક્યાંક બીજે જવાની ઉતાવળ હતી એટલે થોડાક જ ચાહકો જોડે તસવીર ક્લિક કરાવી અને પછી

તે ત્યાં થી નીકળી ગઈ. તેના પછી એક નારાજ ચાહકે વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર શેર કર્યો. તે વીડિયો પર જયારે ઉર્વશીની નજર પડી ત્યારે તેને બધા ચાહકોને માફી માંગી અને કહ્યું કે તે બધાને મળશે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું કે, ‘હું દિલથી મારા યૂરોપના ચાહકોને માફી માંગુ છું, મારી તબિયત ખરાબ હતી અને હું મળી શકી નહિ. એ બધા માટે જે લોકોએ હોટેલની બહાર મારા માટે 72 કલાક રાહ જોઈ છે.

જુ તમને બધાને પ્રેમ કરું છુ અને મને ચિંતા પણ છે તમારી. જેને પણ આ વીડિયો મુક્યો છે એને ટેગ કરો અને હું તમને બધાને મળવા માગીશ. મને તે વાતનું ખુબ જ દુઃખ છે અને હું તમારી દિલગીર છું.#love #urvashirautela”.

ઉર્વશીના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તેના તમિલ ડેબ્યુ એક બિગ બજેટ ફિલ્મ જેમાં તે માઇક્રોબાયોલોજિસ્ટ અને આઈઆઈટીઆઈની ભૂમિકામાં નજર આવશે અને ‘બ્લેક રોઝ’ અને ‘થિરુતુ પાયલ 2’માં પણ જોવા મળશે. હિન્દી વેબ સિરીઝ ઈંસ્પેક્ટર અવિનાશ જોશીની એક બાયોપિક છે તેમાં તે અવિનાશ મિશ્રાની પત્નીની ભૂમિકા ભજવશે.

Patel Meet