કામવાળીએ સાફ કર્યું ઉર્ફી જાવેદનું કબાટ, અંદરથી નીકળી એવી એવી વસ્તુઓ કે લોકો પણ હસીને થઇ ગયા લોથપોથ… જુઓ રમુજી વીડિયો

ક્યારેય જોયું છે ઉર્ફી જાવેદનું કબાટ અંદરથી કેવું હશે ? આ કન્ટેન્ટ ક્રિએટરે બતાવ્યો અંદરનો સામાન, જોઈને હસી હસીને બઠ્ઠા વળી જશો.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયાનું ચલણ વધવાની સાથે જ ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટરો પણ સામે આવ્યા છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ઘણા કન્ટેન્ટ ક્રિએટરો એવા એવા વીડિયો બનાવે છે જેને જોઈને આપણે પણ પેટ પકડીને હસવા માટે મજબુર થઇ જતા હોઈએ છીએ. હાલમાં જ એક કન્ટેન્ટ ક્રિએટરે ઉર્ફી જાવેદ પર એક વીડિયો બનાવ્યો છે જે લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી રહ્યો છે.

ઉર્ફી જાવેદને આજે કોઈ ઓળખની જરૂર નથી. બિગ બોસ ઓટિટિમાંથી બહાર આવ્યા બાદ તે તેના અતરંગી કપડાને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ઘણીવાર તે એવા એવા કપડાં પહેરતી હોય છે જેને જોઈને લોકો પણ શરમાઈ જાય. સોશિયલ મીડિયામાં પણ તેની ઘણી તસવીરો અને વીડિયો આપણે વાયરલ થતા જોયા છે.

ત્યારે જરા વિચારો કે ઉર્ફી જાવેદના કબાટની અંદર એવા કેવા કેવા કપડાં પડ્યા હશે ? આ કન્ટેન્ટ ક્રિએટરે પણ આવું જ દિમાગ લગાવ્યું અને ઉર્ફી જાવેદની અલમારીનો રમુજી વીડિયો બનાવ્યો. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તે કામવાળી બન્યો છે અને ઉર્ફીના ઘરમાં રહેલા તેના કબાટને સાફ કરવા જતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Devanshu Mahajan (@chimkandian)

વીડિયોમાં તે કબાટમાંથી સૌથી પહેલા વાયર કાઢે છે, અને ઉર્ફીને બતાવતો હોય તેવી એક્ટિંગ કરે છે, જેના બાદ ઉર્ફી જાવેદનો વાયર પહેરેલો વીડિયો જોવા મળે છે. આ રીતે તે એક પછી કોથળો અને નકામો સામાન બહાર કાઢીને ફેંકવાની વાત કરે છે, ત્યારે બેકગ્રાઉન્ડમાંથી એક અવાજ આવીને કહે છે કે આ બધા તો કપડાં છે અને કચરા પેટીમાં પડેલા કપડાંને કચરો કહે છે. વુમપલા દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે, જેને દેવાંશુ મહાજન નામના કન્ટેન્ટ ક્રિએટરે બનાવ્યો છે.

Niraj Patel