અરે બાપ રે ! ચાલતો ફરતો પંખો બની ઉર્ફી જાવેદ, પહેર્યુ એવું ટોપ કે લોકોની ચકરાઇ ગઇ આંખો- વીડિયો જોઇ તમે પણ પકડી લેશો માથુ

ઈન્ટરનેટ સેન્સેશન અને બિગ બોસ ઓટીટી 1 ફેમ ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’ માટે ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ થોડા સમય પહેલા ઉર્ફીની ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’નું ટીઝર રીલિઝ થયું છે, જે ખૂબ જ બોલ્ડ છે. ‘લવ સેક્સ ઔર ધોખા 2’ 19 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે.

ટ્રેલર જોયા બાદ લોકો હવે ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે આ વચ્ચે ઉર્ફીનો એક વીડિયો ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. જે થોડા જ દિવસો પહેલા વાયરલ થયો હતો. આ વીડિયોમાં ફરી એકવાર ઉર્ફીનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. આ વખતે ઉર્ફીનું નવું કારનામું જોઈને કોઇ પણ આશ્ચર્યચકિત રહી જશે.

આ વીડિયોમાં ઉર્ફીનો લુક જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા.ઉનાળો શરૂ થઈ ગયો છે, ત્યારે આવી સ્થિતિમાં ઉર્ફીએ પોતે ગરમીથી છુટકારો મેળવવાનો ઉપાય શોધી કાઢ્યો છે. ઉર્ફીએ પોતાના માટે એવો ડ્રેસ બનાવ્યો જેમાં તેણે એક નહીં પરંતુ બે પંખા ફીટ કર્યા છે.

ઉર્ફીએ તેના બ્રાલેટ ટોપની બંને બાજુએ બે નાના ફેન મૂક્યા છે, જેને જોઈને ચાહકો સહિત પેપરાજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સાથે ટોપ સાથે ઉર્ફીએ બ્લેક પેન્ટ પહેર્યું છે. ઉર્ફીએ જે પંખા લગાવ્યા છે, તે બેટરીથી ચાલે છે.ઉર્ફીના આ અનોખા ડ્રેસની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે. ત્યાં આ વીડિયો સામે આવતાની સાથે જ ઉર્ફી ફરી એકવાર ટ્રોલર્સના નિશાના પર પણ આવી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘હવે પંખાની જરૂરત નથી.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે ઉનાળો આવી ગયો છે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘પંખો પહેરી આ ઉડી ના જાય.’

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Shah Jina