ઉર્ફી જાવેદે ‘અન્ટ શન્ટ’ બોલવા વાળા લોકોની લગાવી ક્લાસ, કહ્યું- આજે જે પણ છુ તે…

ડેનિમની અંદર બ્રા બહાર કાઢીને રાતોરાત ફેમસ થઇ આ અભિનેત્રી, હવે ખુલ્લેઆમ એવું એવું કહ્યું કે..

‘બિગ બોસ ઓટીટી’માં ઉર્ફી જાવેદનો પ્રવાસ ભલે બહુ ટૂંકો રહ્યો હોય, પરંતુ અભિનેત્રીએ માત્ર એક અઠવાડિયાની મુસાફરીમાં ઘણી લોકપ્રિયતા મેળવી. સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી થોડા દિવસો પહેલા તેના કપડાં માટે ઘણી ટ્રોલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urfi1110)

ટીવી ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષની પોતાની કારકિર્દીમાં ઉર્ફીએ ઘણી મોટી અને નાની ભૂમિકાઓ કરી છે. જોકે તેને સૌથી વધુ ઓળખ તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલથી મળી છે. ઉર્ફી થોડા સમય પહેલા એરપોર્ટ પર શોર્ટ ડેનિમ જેકેટમાં જોવા મળી હતી. ખાસ વાત એ હતી કે તેનું આ જેકેટ એટલું નાનું હતું કે તેની લૉંજીરી પણ દેખાઈ રહી હતી.

ત્યારે ઉર્ફી વિશે સોશિયલ મીડિયા પર ઘણું ‘અન્ટ શન્ટ’ લખવામાં આવ્યું હતું. હવે ઉર્ફીએ એક ઇન્ટરવ્યૂમાં ટ્રોલર્સને તેના બેબાક અંદાજમાં જવાબ આપ્યો છે. ‘આજ તક’ સાથેની વાતચીતમાં ઉર્ફીએ સીધું જ કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં તેની ઇન્ડસ્ટ્રીમાં જે પણ ઓળખ બની છે તે તેના કપડા છે જે તેને આપી છે. આવી સ્થિતિમાં કંઈપણ ફાલતુ લખવા પર કે કહેવા પર તેને કોઈ ફર્ક નથી પડતો.

ઉર્ફીએ કહ્યું, ‘મેં મારી કારકિર્દીની શરૂઆત સાત વર્ષ પહેલા કરી હતી. આ સમય દરમ્યાન મેં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. પણ ત્યાં કોઈ મને ઓળખતું નથી. હું માત્ર મારા ઇન્સ્ટાગ્રામ અને કપડાને કારણે જ લાઇમલાઇટમાં આવી છું.

ઉર્ફી ઈન્સ્ટાગ્રામ પર તેના કપડાં અને ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ‘બિગ બોસ’ના ઘરમાં પણ એક ટાસ્ક દરમ્યાન તેણે પ્લાસ્ટિકની થેલીમાં કચરાવાળી ગ્લેમરસ ડ્રેસ બનાવી હતી.

ઉર્ફી સ્વીકારે છે કે ‘બિગ બોસ’માં પ્રવેશ પછી તેની લોકપ્રિયતા વધી છે. તેથી તે હવે જે પણ પહેરે છે તે વધુ હાઇલાઇટ્સ મેળવે છે. ઉર્ફી કહે છે, ‘મને ટીવી શોથી ઘણી નારાજગી છે. ઘણી વખત મને જાણ કર્યા વગર મને શોમાંથી બહાર કાઢી દેવામાં આવી હતી. જ્યારે કેટલાક ટીવી શો થોડા દિવસો ચાલ્યા પછી બંધ થઈ ગયા હતા. મારા જીવનના સાત વર્ષ અહીં વિતાવ્યા હોવા છતાં મને ડેલીશો તરફથી ઓળખ મળી નથી.

કપડાં અને ફેશન સેન્સ પર ટોણો મારતા ઉર્ફી કહે છે, “મને એમ કહેતા કોઈ ખચકાટ નથી કે આજે મેં જે કઈ પણ મેળવ્યું છે તે કપડાને કારણે છે. હવે લોકો ટેલેન્ટ કરતાં તમારી ડ્રેસિંગ સેન્સ વિશે વધુ વાત કરે છે.

ઉર્ફી જાવેદ કહે છે કે ઇન્ડસ્ટ્રીમાં ‘તમે જે જુઓ છો, તે જ વેચાય છે’ તેને હું સકારત્મક રીતે લઉં છુ. જો કે તે એમ પણ માને છે કે તેની કારકિર્દીમાં પાછળથી તેના કામથી નામ મળશે. ઉર્ફી ખુશ છે કે તેને કપડાં પર ટ્રોલિંગના કારણે લાઈમલાઈટ મળી છે. તાજેતરમાં જ ઉર્ફી એક અન્ય કારણસર ચર્ચામાં હતી. સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ હતી કે તે જાવેદ અખ્તરની સંબંધી છે. જો કે તે બાબતમાં કોઈ સત્ય નથી.

YC