ઉર્ફી જાવેદે પીળા કલરની સાડીમાં ‘ટીપ ટીપ બરસા પાની’ પર કર્યો ખુબ જ હોટ ડાન્સ, ફિગર જોઈ ચાહકોના ઉડ્યા હોશ..

ઓહોહો બિગબોસ વાળી અભિનેત્રીએ તો અક્ષય કેટરીનાને પણ શરમાવી દીધા, જુઓ વીડિયો

‘બિગબોસ’ ઓટીટી કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહેતી હોય છે. ક્યારેક તેની ડ્રેસિંગ સેન્સના કારણે તો ક્યારેક તેના બેબાક નિવેદનને કારણે. ફરી એકવાર ઉર્ફી હેડલાઈન્સમાં છે. તેની પાછળનું કારણ તેનો વીડિયો છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

ઉર્ફીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અભિનેત્રી ‘ટિપ-ટિપ બરસા પાની’ સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ઉર્ફી ભીના વાળમાં કિલર સ્ટાઈલ આપતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ ચાહકોના દિલની ધડકન વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉર્ફીએ  આ વીડિયો તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે.

વિડીયોમાં ઉર્ફી જાવેદ પીળી સાડીમાં તબાહી મચાવી રહી છે અને પોતાની સ્ટાઈલથી બધાને ઘાયલ કરી રહી છે. ઉર્ફીના આ વીડિયોને 35 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ચાહકો તેના વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી કે ઉર્ફીએ કોઈ વીડિયો શેર કર્યો હોય અને તેને આટલો લાઈક કરવામાં આવ્યો હોય. અભિનેત્રી  તેની કોઈ તસવીર કે વીડિયો શેર કરે છે તો તે સેકન્ડોમાં વાયરલ થઈ જાય છે. વીડિયો શેર કરતી વખતે ઉર્ફી જાવેદે લખ્યું, ‘ટિપ ટિપ બરસા પાની’.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

વિડિયોમાં ઉર્ફી ‘ટિપ-ટિપ બરસા પાની’ના જૂના વર્ઝન પર દિલકશ મૂવ્સ આપી રહી છે. તેણે રવિના ટંડન જેવી પીળી સાડી પણ પહેરી છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. બિગબોસ ઓટીટીમાં પ્રવેશતા પહેલા ઉર્ફીએ ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. જોકે તેને તેની અસલી ઓળખ કરણ જોહરના શો બિગબોસ ઓટીટીથી મળી હતી. તે પછી ઉર્ફી ઘણીવાર એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રી તેના એરપોર્ટ લુક માટે ઘણી હેડલાઇન્સમાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

જણાવી દઈએ કે ઉર્ફી પોતાની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેણે ‘બિગબોસ ઓટીટી’ના ઘરમાં ખૂબ ધૂમ મચાવી હતી. ઉર્ફી તેની બોલ્ડ અને વિચિત્ર ફેશન સેન્સના કારણે બિગબોસના ઘર પર રાજ કરતી હતી. શો પૂરો થયા પછી પણ ઉર્ફી ચર્ચામાં રહેતી હતી.  અભિનેત્રીની ફેશન સેન્સ એકદમ બોલ્ડ અને હોટ છે. તેની આ ફેશન સેન્સને કારણે સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

Patel Meet