ઉર્ફી જાવેદે પહેરી મોજાથી બનેલી બ્રા, શરીર ઢાંકવા માટે પહેરી ફાટેલી ટી શર્ટ, જુઓ તેની લેટેસ્ટ તસવીરો

ફાટેલી ટી શર્ટમાં ઉર્ફી જાવેદે ફ્લોન્ટ કરી મોજાથી બનેલી બ્રા, ફેન્સ બોલ્યા શરમ કરો શરમ…

બિગબોસ ઓટીટીની એક્સ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદની ફેશન સેંસ, અને બોલ્ડ સ્ટાઇલ સ્ટેટમેંટ સતત ચર્ચામાં બનેલી છે. આટલી વધારે લાઇમલાઇટ તો ઉર્ફી જાવેદને બિગબોસના ઘરમાં જઇને પણ નથી મળી, જેટલી ચર્ચા તેની બિગબોસ હાઉસમાંથી બહાર નીકળીને થઇ રહી છે. ઉર્ફી રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર સિઝલિંગ તસવીરો શેર કરી રહી છે.

એરપોર્ટ પર બ્રાલેટ પહેરી ફ્લોન્ટ કરનારી ઉર્ફી જાવેદ હવે તેની નવી તસવીરોમાં મોજાથી બનેલ બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તમને કદાચ સાંભળીને હેરાની થશે પરંતુ તે નવી તસવીરોમાં જે પર્પલ કલરની બ્રાલેટ ફ્લોન્ટ કરી રહી છે તે તેણે મોજાથી બનાવેલી છે. આ વાતની જાણકારી તેણે પોતે પોસ્ટના કેપ્શનમાં આપી છે.

તસવીરોમાં તમે જોઇ શકો છો કે, ઉર્ફીએ ડાર્ક પર્પલ કલરની બ્રાલેટ પહેરી છે અને પેંટ સાથે ટીમ અપ કર્યુ છે. આ સાથે તેના લુકનું સૌથી હાઇલાઇટિંગ ફિચર એ છે કે, તેની વન શોલ્ડર ટી શર્ટ. ઉર્ફીએ જણાવ્યુ કે, તેણે તેની ટી શર્ટને કાપીને આ રીતે ડિઝાઇન કરી છે. ઉર્ફીના લુકની વાત કરીએ તો તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા છે અને તે આ લુકમાં ખૂબ જ જબરદસ્ત પોઝ આપી રહી છે.

અભિનેત્રીની તસવીરો જોઇ કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, કોઇ આને સેલિબ્રિટી સ્ટાઇલ સજેસ્ટ કરી દો.  ઉર્ફી ઘણી સારી લાગે છે, પરંતુ સ્ટાઇલ સેન્સને કારણે તેની મહેનત બેકાર થઇ જાય છે. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, કૃપા કરીને આને કપડા દાન કરો. એક બીજા યુઝરે ઉર્ફીને ટ્રોલ કરતા કહ્યુ કે, મારા ઘરમાં ઘણા કપડા પડ્યા છે, લઇ જજે મારા જોડેથી.

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને સતત સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટ કરી ચર્ચામાં રહે છે.

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ ટીવીની દુનિયામાં ઘણી લોકપ્રિય અભિનેત્રી છે. તે ઘણા મશહૂર શોનો ભાગ રહી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ટીવી શોની વાત કરીએ તો, તે ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપનાહ, જીજી માં અને ડાયન જેવા ટીવી શોમાં નજર આવી ચૂકી છે.

YC