ઉર્ફી જાવેદના આ દેશી લુકે બધાને કરી દીધા મદહોશ, જુઓ 5 સ્ટનિંગ સાડી લુક

બિગબોસ ફેમ અને ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના અતરંગીથી આઉટફિટથી બધાને ચકિત કરતી રહે છે. અભિનેત્રીએ છેલ્લે તો કમાલ જ કરી દીધુ, તે એવા એવા આઉટફિટ્સમાં છેલ્લા કેટલાક દિવસોથી નજર આવી રહી છે કે કદાચ તેવુ કોઇએ જોયુ પણ ના હોય. બિગ બોસ ઓટીટીમાં આવ્યા બાદ ઉર્ફી જાવેદ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. ઉર્ફી પોતાની અનોખી ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. ઉર્ફી જાવેદ એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેણે પોતાની સ્ટાઈલથી ફેશન સ્ટેટમેન્ટ સેટ કર્યું છે. ઉર્ફીનો સાડી લુક પણ લાઈટનિંગ સ્ટ્રાઈકનું કામ કરે છે. તો ચાલો અમે તમને ઉર્ફી જાવેદના કેટલાક સિઝલિંગ અને ગ્લેમરસ સાડી લુક્સ જણાવીએ જેને તમે પણ કોપી કરી શકો.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

આ તસવીરમાં ઉર્ફીએ ફ્લોરલ પ્રિન્ટ સાથે હળવા પીળા રંગની સાડી પહેરી છે. ઉર્ફીએ તેની સાડીને ડ્રેપિંગ સ્ટાઇલથી ભારતીય લુકને વેસ્ટર્ન લુક આપ્યો છે. ઉર્ફીને ડીપ નેક લાઇન સ્લીવલેસ બ્લાઉઝ સાથે સાડી કેરી કરી છે, જે તેના પરંપરાગત દેખાવને સ્ટાઇલિશ બનાવી રહી છે. તેણે બન, ચોકર નેકપીસ અને મેકઅપ સાથે તેનો લુક કંપલીટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

તમે જે રીતે સાડી કેરી કરો છો તે તમારા દેખાવને સંપૂર્ણપણે બદલી શકે છે. જો તમે સાડીમાં પણ અદભૂત અને ગ્લેમરસ દેખાવ મેળવવા માંગતા હોવ તો ઉર્ફી જાવેદની આ શૈલી શ્રેષ્ઠ છે. આ લુકમાં ઉર્ફીએ લાલ અને સફેદ ફ્લોરલ પ્રિન્ટની સાડી પહેરી છે. ઉર્ફી ડાર્ક રેડ સ્લીવલેસ નૉટ ડીપ નેક લાઇન બ્લાઉઝમાં અદ્ભુત લાગે છે. જો તમારી કર્વી બોડી છે તો તમે ઉર્ફી જેવી લો વેસ્ટ સાડી ટ્રાય કરી શકો છો. આ સાડી દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

તસવીરમાં ઉર્ફી જાવેદ નેવી બ્લુ સાડીમાં ટીલ બ્લુ બ્રાલેટ બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફીએ આ સાદી સાડીને જે સ્ટાઈલથી તૈયાર કરી છે તે તેના પરંપરાગત દેખાવને સિઝલિંગ બનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ફેશનની દુનિયામાં દરરોજ નવા ફેરફારો આવે છે. આ દિવસોમાં હેવી વર્ક બ્લાઉઝ સાથે પ્લેન સાડી ટ્રેન્ડમાં છે. ઉર્ફી જાવેદ આ ટ્રેન્ડને ખૂબ જ ઝડપથી આગળ ધપાવે છે. ઉર્ફી આ લુકમાં કહેર વરસાવી રહી છે. ઉર્ફીએ પ્લેન લાઇટ બ્રાઉન કલરની સાડી સાથે ગોલ્ડન હેવી એમ્બ્રોઇડરીનું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદ તેના સાડી લુકમાં ફૂલ સાડી પહેરવાનું પસંદ કરે છે. ફ્લાવર પ્રિન્ટની સાડી ગ્લેમરસ દેખાવાની સાથે ખૂબ જ ભવ્ય દેખાવ આપે છે. ઉર્ફીના આ સાડી લુક પર એક નજર નાખો. ઉર્ફીએ આ પીચ કલરની ફ્લોરલ પ્રિન્ટની સાડી સાથે ડાર્ક પિંક કલરનું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે, જે તેના લુકને અલગ અને યુનિક બનાવી રહી છે.

Shah Jina