ઇદ ઉપર સાડી સાથે ઉર્ફી જાવેદે પહેરી લીધો એટલો બોલ્ડ બ્લાઉઝ કે ભડકી ઉઠ્યા લોકો, બોલ્યા- ‘કમસે કમ આજે તો….’

બિગબોસથી ફેમસ થયેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તે લગભગ દરરોજ હેડલાઈન્સનો હિસ્સો રહે છે. પોતાની વિશિષ્ટ ફેશન સ્ટાઈલને કારણે તે દરેક જગ્યાએ પ્રભુત્વ ધરાવે છે. ઉર્ફી તેના કપડાના કારણે પણ ઘણી ટ્રોલ થાય છે પરંતુ તેને ટ્રોલર્સથી કોઇ ફરક પડતો નથી. તે જે પહેરવા માંગે છે તે પહેરે છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને કારણે તો ક્યારેક પોતાની અસામાન્ય શૈલીને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Navel (@navel0.1)

હાલમાં જ ઉર્ફી જાવેદ રવિવારના રોજ ઈદના અવસર પર જોવા મળી હતી. તેણે લોકોને ઈદી પણ આપી હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ તેનો લુક એકદમ અલગ હતો. ઉર્ફીએ ઈદના અવસર પર લોકોને આશ્ચર્યચકિત કરવા માટે સાડી પહેરી હતી. પરંતુ સાડીની સાથે ઉર્ફીએ એવો બ્લાઉઝ પહેર્યો કે લોકોના હોંશ ઉડી ગયા. જ્યારે ઉર્ફી જાવેદ કેમેરાની સામે આવી ત્યારે ફરી એકવાર લોકોને તેને ટ્રોલ કરવાનો મોકો મળ્યો.ઉર્ફી જાવેદ પોતાની કારમાંથી નીચે ઉતરી અને પછી લોકોને ઈદની મીઠાઈ આપવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Filmibeat (@filmibeat_insta)

ઉર્ફીનો આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફીએ ઈદના અવસર જે બ્લાઉઝ પહેર્યો હતો, તે એટલો બોલ્ડ હતો કે લોકોની તો આંખો ફાટી ગઇ હતી. ઉર્ફીએ વાદળી રંગનો સ્ટ્રેપલેસ બ્લાઉઝ પહેર્યો હતો. વીડિયોમાં તમે જોઇ શકો છો કે ઉર્ફી જાવેદે જે બ્લાઉઝ પહેર્યો છે તે ઘણો જ રિવીલિંગ છે. ઉર્ફીએ ઇદ પર પહેરેલા તેના આઉટફિટથી ચાહકોને ચોંકાવી દીધા હતા. કેટલાક લોકો તેના લુકના વખાણ કરી રહ્યા છે તો કેટલાક દર વખતની જેમ તેની ટીકા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by (@bollywood_garmis)

ઉર્ફીના વીડિયો પર યૂઝર્સ કોમેન્ટ કરી લખ્યું- ‘બ્યુટીફુલ અ લોટ.’ જ્યારે બીજાએ લખ્યું- ‘હું તેના પરથી નજર હટાવી શકતો નથી. ત્યાં કેટલાક લોકો ઉર્ફીના આ લુકની ઘણી જ ટીકા કરી રહ્યા છે. એકે લખ્યું- આ શું છે ? જ્યારે બીજાએ લખ્યું- આ લોકો સાડીનું બેન્ડ વગાડે છે. ત્યારે એકે લખ્યુ- કમસેકમ આજે તો સારા કપડા પહેરી લેતી. ત્યાં બીજાએ લખ્યુૃ-તૌબા તૌબા આ શું ? તમને જણાવી દઈએ કે રણવીર સિંહ તાજેતરમાં કોફી વિથ કરણ 7માં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

જ્યાં તેણે ઉર્ફી જાવેદને ફેશન આઇકોન ગણાવી હતી. જે બાદ ઉર્ફી ખૂબ જ ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શોનો એક વીડિયો શેર કરતા તેણે લખ્યું- ‘મને ખબર નથી કે આના પર કેવી પ્રતિક્રિયા આપવી! પણ રણવીર સિંહ તું બહુ સ્વીટ છે.

Shah Jina