ગામડાની છોકરીએ પરિવારનું કર્યું નામ રોશન, UPSCની પરીક્ષામાં 5મી રેન્ક હાંસલ કરી, ખરાબ પરિસ્થતિ છતાં ના માની હાર, જુઓ સફળતાની કહાની

યુપીએસસી પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું અને તેમાં ઘણા યુવાનોની મહેનત સફળ બની છે. આ દરમિયાન ઘણા લોકોની સફળતાની કહાનીઓ પણ સામે આવી છે અને એ જાણવા પણ મળ્યું છે કે કેવી કેવી કઠિન પરિસ્થિતિઓ હોવા છતાં પણ આ યુવા વર્ગે આ કઠિન પરીક્ષામાં સફળતા મેળવી. એવી જ એક કહાની છે એક છોકરીને જેને ખરાબ પરિસ્થિતિમાંથી આગળ આવી અને પહેલા જ પ્રયત્ને યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.

આ વર્ષે આ પરીક્ષાની અંદર 545 પુરુષો અને 2016 મહિલાઓની પસંદગી થઇ હતી. જેમાં ટોપ 5માં છોકરીઓએ બાજી મારી લીધી. આ ટોપ 5માં એક નામ મમતા યાદવનું પણ હતું, તેને 5મી રેન્ક હાંસલ કરી અને તેની સાથે જ તેનું બાળપણનું સપનું પણ પૂર્ણ થઇ ગયું. મમતા માટે યુપીએસસીમાં આ પહેલી સફળતા નથી. આ પહેલા પણ તે યુપીએસ ક્લિયર કરી ચુકી છે.

ગત વર્ષે જાહેર થયેલા પરિણામોમાં મમતાનો 556મોં રેન્ક હતો. તેનું રેલવે કાર્મિક સેવા માટે પ્રશિક્ષણ પણ શરૂ થઇ ગયું હતું. પરંતુ તેને પોતાના ઉપર વિશ્વાસ હતો. જેના કારણે તેને ફરી એકવાર પરીક્ષા આપવાનો પ્રયત્ન કર્યો. મમતાએ પોતાની કમીઓમાં સુધારો કર્યો અને ફરી એકવાર આ પરીક્ષા આપવાનો પ્રયાસ કર્યો. મમતા માટે આ ફેંસલોઃ લેવો સરળ નહોતો. કારણ કે તેના પિતા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા અને ઘરની હાલત પણ એટલી સારી નહોતી.

મૂળ રૂપે વસઈ ગામની રહેવાસી મમતા યાદવનો પરિવાર હાલમાં દિલ્હીમાં રહે છે. તેની માટે સરોજ યાદવ એક ગૃહિણી ચેહ. મમતાએ દિલ્હીના ગ્રેટર કૈલાશના બલવંત રાય મહેતા સ્કૂલમાંથી 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. જેના બાદ તેને દિલ્હી યુનિવર્સીટીની “ધ હિન્દૂ કોલેજ”માં એડમિશન મળી ગયું. મમતા શરૂઆતથી જ ભણવામાં ખુબ જ હોંશિયાર હતી. જેના કારણે તેમનો પરિવાર પણ ઈચ્છતો હતો કે તે સિવિલ સર્વિસની તૈયારી કરે.

મમતાની માતાને જ્યારે દીકરીની સફળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે આ પરિવારના સંઘર્ષની જીત છે. તેમને પણ નહોતી ખબર કે દીકરી આટલા આગળ સુધી જશે.. મમતાના પિતાનું કહેવું છે કે આનો બધો જ શ્રેય મમતાની માતાને જાય છે. કારણ કે મમતા તેમના ગામની પહેલી એવી છોકરી છે જે ભણવામાં આટલા આગળ સુધી ગઈ છે અને આજે આઇએએસ બનવા માટે જઈ રહી છે. મમતાના શિક્ષણ ઉપર અમે બધાએ પહેલાથી જ ખુબ જ ધ્યાન આપ્યું છે. પરંતુ તેની મહેનત વિના આ થઇ શકવું સંભવ નહોતું.

Niraj Patel