ડિલીવરી પહેલા ઇમોશનલ થઇ રામચરણની પત્ની, આંખોમાં આવ્યા આંસુ- દીકરીને જન્મ આપવા જતા સમયનો વીડિયો થયો વાયરલ

ઓપરેશન થિયેટરમાં આવી રહી પહોંચી રામ ચરણની પત્ની ઉપાસના, ડિલીવરી પહેલાનો વીડિયો આવ્યો સામે

Upasana Kamineni Video: લગ્નના 11 વર્ષ બાદ સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસનાએ 20 જૂને એક પુત્રીનું સ્વાગત કર્યું. ઉપાસનાને 19 જૂનની સાંજે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે અડધી રાત્રે પુત્રીને જન્મ આપ્યો હતો. ચાર દિવસ પછી નવી માતા અને તેની પુત્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

આ બધાની વચ્ચે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડિલિવરી પહેલા ઉપાસનાની હાલત કેવી હતી અને તે ડિલિવરી માટે કેવી રીતે પહોંચી તે જોઇ શકાય છે. અભિનેતા રામ ચરણની પત્ની ઉપાસનાએ તેના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું તે પહેલાનો એક વીડિયો શેર કર્યો છે. ઉપાસનાએ રવિવારે તેની મિત્ર મેહા પટેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલી ક્લિપને ફરીથી પોસ્ટ કરી,

જેમાં તે વ્હીલચેરમાં બેઠેલી અને ડોકટરો અને નર્સોના ગ્રુપ સાથે વાત કરતી જોવા મળી હતી. સામે આવેલી આ ક્લિપમાં ઉપાસનાને ડિલિવરી માટે લઈ જવામાં આવી રહી છે અને આ સમયે તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તેની આસપાસના લોકો સાથે હસતી અને વાત કરી રહી છે. ઉપાસનાએ હસીને વાત શરૂ કરી કે તરત જ તેના મિત્રએ પૂછ્યું, ‘ઉપ્સી, તારી આંખમાં ભાગ્યે જ આંસુ આવે છે. શુભેચ્છાઓ.’

હસતાં હસતાં ઉપાસનાએ તેનું કપાળ પકડીને કહ્યું, ‘તમે લોકો મારી ખુશી છો, મારી લાફિંગ ગેસ.’ આ દરમિયાન વીડિયોમાં રામ ચરણ પણ ચાલતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા અને તેની પત્ની બંનેની ખુશી જોઈને ચાહકો પણ ઘણા ખુશ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે, રામ ચરણની પત્ની ઉપાસનાએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.

હોસ્પિટલે મેડિકલ બુલેટિન દ્વારા બાળકના જન્મની જાહેરાત કરી હતી. રામચરણના પિતા ચિરંજીવી અને પરિવારજનોએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. દીકરીના આગમનથી આખો પરિવાર ખુશ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, રામ ચરણ આગામી ફિલ્મ ‘RC 15’માં જોવા મળશે, જે આવતા વર્ષે રિલીઝ થવાની છે.

Shah Jina