જગતના તાતની વધી શકે છે મુશ્કેલી, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી, અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ-પ્રેશરને કારણે..

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. તેમજ દેશના ઉત્તર ભાગમાં હિમ વર્ષાને લઇને અનેક ભાગમાં ઠંડીનું જોર પણ વધવા લાગ્યુ છે. વાદળછાયા વાતાવરણને કારણે હવે જગતના તાતની ચિંતા વધી ગઇ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કમોસમી વરસાદ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ચાર દિવસ સુધી 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને રાજયમાં 18 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હવામાન વિભાાગની માવઠાની આગાહીને પગલે હવે શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વરસાદની વાત કરીએ તો, હવામાન વિભાાગ દ્વારા 17 નવેમ્બર એટલે કે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ અમરેલી અને ભાવનગરમાં આગાહી કરવામાં આવી હતી તો 18 નવેમ્બરના રોજ ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, જૂનાગઢી, દીવ, ભાાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

19 નવેમ્બરના રોજ દમણ, દાદરા અને નગર હવેલી તેમજ આણંદ, દાહોદ, અમરેલી, પંચમહાલ અને ભાવનગરમાં તેમજ 20 નવેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજયના ઉત્તરપૂર્વ વિભાગમાં પનવવે કારણે વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગળના ચાર કે પાંચ દિવસ સુધી લધુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.

જણાવી દઇએ કે, બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સર્જાઇ છે જે અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે. આ ઉપરાંત ભેજવાળા પવન કે જે ગુજરાત તરફ આવી રહ્યા છે હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે ટકરાશે જેને કારણે રાજયમાં વાતાવરણ વાદળછાયુ રહેશે.

Shah Jina