તારી ઔકાત શું છે, ચાલ ફાડ મેમો ! ભાજપના નેતાએ ટ્રાફિક પોલીસ સાથે કર્યું એવું વર્તન કે પોલીસ સ્ટેશનમાં જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો કોન્સ્ટેબલ

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયુ છે, જ્યાં દેશ વિદેશના ખૂણામાં કોઇ પણ ઘટના બને અને જો તેમાં આવે તો તેને વાયરલ થતા પળવાર પણ નથી લાગતી. સોશિયલ મીડિયા પર દરેક રોજ અલગ અલગ વીડિયો વાયરલ થતા હોય છે. ઘણીવાર પોલિસકર્મીની દાદાગીરી તો ઘણીવાર નેતાની દાદાગીરીના વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પોલિસકર્મી રડતો જોવા મળી રહ્યો છે. ઘણીવાર તમે પોલિસને કારણે જનતાને રડતા જોઇ હશે, પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઇ રહ્યા છે, તે જોઇ તમે હેરાન રહી જશો. આ વીડિયો ઉન્નાવ સદર કોતવાલીનો છે. જેમાં ટ્રાફિક જવાન ધ્રુસકેને ધ્રુસકે રડતો ઇન્સ્પેક્ટરના રૂમમાં જોવા મળી રહ્યો છે.

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક જવાનનો રડતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સત્તાની આડમાં, ભાજપના નેતાએ ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક કરી કારણ કે કોન્સ્ટેબલ કારમાં હૂટરનો ફોટો લઈ રહ્યો હતો. ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર થયો એટલું જ નહીં, રસ્તાની વચ્ચે હંગામો પણ થયો. મામલો અહીં પૂરો નથી થયો, સત્તાના નશામાં ધૂત ભાજપા નેતા કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશને ખેંચી ગયો, જ્યાં ભાજપના નેતાએ તેની સાથે ગેરવર્તન કર્યું. ટ્રાફિક કોન્સ્ટેબલ ત્યાં જ જોરથી રડી પડ્યો. જે બાદ આ દરમિયાનનો વીડિયો વાયરલ થઇ ગયો. હવે આ વિડીયો વાયરલ થયા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.

વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ કહ્યું છે કે તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલો વિગતવાર જોઇએ તો, ઉન્નાવ સદર કોતવાલીના ગાંધીનગર તિરાહે ખાતે તૈનાત ટ્રાફિક કોન્સ્ટેબલ માધવ ખૂબ જ જવાબદારી સાથે પોતાની ફરજ બજાવી રહ્યો હતો. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારના ચલણ વસુલવામાં આવી રહ્યા હતા, ત્યાં ભગવંત નગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય આશુતોષ શુક્લાના સંબંધીઓ અને સમર્થકો વાહનમાં ભાજપનો ઝંડો લહેરાવી ફોર વ્હીલમાં સવાર હતા અને હૂટર વગાડી રહ્યા હતા. હૂટરનો અવાજ સાંભળીને સૈનિક ફોટા લેવા લાગ્યો.

બસ, પછી શું હતું સત્તાના નશામાં ધૂત ભાજપના નેતા કારમાંથી નીચે ઉતર્યા અને પછી રસ્તા પર હંગામો શરૂ કરી દીધો. રસ્તા વચ્ચે જ ટ્રાફિક પોલીસ સાથે કારમાં બેઠેલા લોકો અભદ્રતાથી વર્તન કરવા લાગ્યા અને કહ્યું કે, તારી શું ઔકાત છે. મેમો ફાડ, હું તને જેલમાં નખાવી દઈશ.નહીં તો કલેક્ટર સાથે વાત કરીશ.ભાજપના નેતા કોન્સ્ટેબલને ગાંધીનગર તિરાહેથી ખેંચીને કોતવાલી લઈ ગયા. કોતવાલીમાં હાજર કોટવાલ ઓમપ્રકાશ રાય ટ્રાફિક ઈન્ચાર્જ અરવિંદ પાંડેની સામે બીજેપી નેતાએ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કર્યું. ભાજપના નેતાના આ ગેરવર્તન પર કોન્સ્ટેબલ રડી પડ્યો. ત્યાં હાજર કોઈએ આ સમગ્ર મામલાને વીડિયો બનાવ્યો અને બાદમાં આ વીડિયો વાયરલ થઈ ગયો.

વાયરલ વીડિયોમાં ઈંસ્પેક્ટર કહી રહ્યા છે કે, ભૂલ તમારા લોકોની છે, અમારી નહીં, ગાડીમાં તમને સાયરન લગાવાનો અધિકાર નથી, એટલા માટે ફોટો પાડ્યો છે. આ મામલામાં ઉન્નાવના એસપી દિનેશ ત્રિપાઠીએ સીઓ સિટીને તપાસના આદેશ આપ્યા છે અને એસપીના આદેશ પર કોન્સ્ટેબલની ફરિયાદના આધારે રાજન્ના મિશ્રા, સંદીપ પાંડે, પંકજ દીક્ષિત અને 3 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સરકારી કામમાં અડચણ, હંગામો સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.વાયરલ વીડિયોને લઈને સમાજવાદી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Shah Jina