ખબર

આ પતિ પત્નીનો પ્રેમ એવો કે મૌત પણ ન કરી શકી અલગ, ઘરમાંથી એકસાથે નીકળી અંતિમ યાત્રા, આ ઘટના વાંચીને તમે પણ રડી પડશો

સાચા પ્રેમની કહાનીઓ માત્ર ફિલ્મોમાં જ નહીં પણ અસલ જીવનમાં પણ જોવા મળે છે. કહેવાય છે કે સાચો પ્રેમ કરનારાઓને ભગવાન પણ અલગ નથી કરી શકતા. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના નીચમ જિલ્લના રહેનારા એક વૃદ્ધ દંપતી સાથે જોવામળી છે.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

ગોઠા ગામના નિવાસી 90 વર્ષના શંકર ધોબી અને તેની 86 વર્ષની પત્ની બસંતી બાઈએ પ્રેમની અનોખી મિસાલ કાયમ કરી છે. જેઓ જીવ્યા એક સાથે પણ ભગવાનના શરણે ગયા પણ એક સાથે જ. શંકરનું રવિવારની સાંજે નિધન થઇ ગયું હતું, અને આ ઘટનાથી તેની 86 વર્ષની પત્ની બસંતી બાઈ પણ પતિ સાથે દુનિયા છોડી ચાલી ગઈ હતી.

બસંતી બાઈ બૂઢાપાને લીધે બોલી શકતા ન હતા, એવામાં તેના દીકરાએ તેને ઈશારામાં વાત કરીને જણાવ્યું કે હવે પિતા દુનિયામાં નથી રહ્યા. આ આઘાતથી બસંતી બાઇનું પણ પતિના નિધન પછી માત્ર બે જ કલાકમાં નિધન થઇ ગયું હતું. આ ઘટનાથી પરિવારની સાથે સાથે ગામના લોકો પણ દુઃખી થઇ ગયા હતા, જો કે બધા તેઓના પ્રેમની પ્રશંસા પણ કરી રહ્યા હતા.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

શંકરના દીકરાએ જણાવ્યું કે ઉંમરના આ પડાવ સુધી પહોંચ્યા પછી પણ બંન્ને એકબીજા વગર રહી શકતા ન હતા. કાર્યક્રમમાં જવું હોય તો પણ માતા-પિતા સાથે જ હતા, આ ઉંમરમાં પણ તેઓ હંમેશા સાથે જ રહેતા હતા. બંન્ને એક સાથે જીવન જીવતા હતા અને અંતિમ સફર પણ એક સાથે જ કર્યો.

એવામાં પતિ-પત્નીની અંતિમ યાત્રા પણ એક સાથે જ નીકળી હતી, અને આ અંતિમ યાત્રામાં ગામના તમામ લોકોએ પણ ભાગ લીધો હતો, અને બંન્નેને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.  બંન્નેએ જે રીતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો તેની ચર્ચા ગામ સહિત આસપાસના ગામમાં પણ થઇ રહી છે.”પ્રેમ હોય તો આવો”.