આ ભાઈએ તવા ઉપર બટર નાખી અને બનાવી એવી ડીશ કે જોનારા પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લઈને ઘન બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા ફૂડ બ્લોગર દ્વારા અલગ અલગ જગ્યાઓએ જઈને વીડિયો બનાવવામાં આવે છે અને આ વીડિયોની અંદર જે લોકો ફૂડ બનાવતા હોય છે તે એવી એવી વાનગીઓ બનાવે છે જે ભાગ્યે જ કોઈએ જોઈએ હોય, જેમાંથી ઘણી રેસિપી લોકોને પસંદ આવે છે અને ઘણા અખતરા જોઈને લોકો પોતાનું મોઢું પણ બગાડતા હોય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક વ્યક્તિ આમલેટ બનાવી રહ્યો છે. હવે તમને મનમાં એમ થશે કે આમલેટ બનાવવામાં શું ખાસ વાત છે, પરંતુ ખાસ વાત એ છે કે આ વ્યક્તિ એક અનોખી આમલેટ બનાવે છે, અને તે તંદુરી આમલેટ છે, જે આજપહેલા તમે પણ ક્યારેય નહિ જોઈ કે ખાધી હોય.

વાયરલ થઇ રહેલો આ વીડિયો દિલ્હીના વિકાસપુરી વિસ્તારનો છે, જ્યાં એક ચાચા આ અનોખી આમલેટ બનાવીને ગ્રાહકોને પીરસે છે. પરંતુ આ વીડિયોમાં આ ચાચાની અનોખી રીત જોઈને લોકો હેરાન રહી ગયા છે, કારણ કે આ ચાચા અમ્લેટમાં એટલી માખણ અને પનીર નાખી રહ્યા છે કે જે જોઈને જ લોકોનું કહેવું છે કે હાર્ટ એટેક આવ્યા વિના જીવતા નહીં રહીએ.

આ ચાચા વિકાસપુરીમાં ઈ-રીક્સામાં ઈંડા વેચી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં ચાચા એક વાસણમાં લીલા મરચાં, ડુંગળી અને મસાલો ઉમેરીને ઈંડાને તોડી છે. પછી તવા પરના બહુ જ બધું માખણને ઓગળે છે. પછી ઈંડાનું મિશ્રણ તવા પર ફેલાવે છે. પછી તેમાં બ્રેડ અને ચીઝના બે ટુકડા નાખે છે અને પછી તેઓ તેને ફેરવે છે અને તંદૂરી ચટણી ચોપડે છે. તે પછી બ્લો ટોર્ચની મદદથી તેના પર ફરીથી ઘણું ઓગાળેલું માખણ નાખે છે અને ગ્રાહકને સર્વ કરે છે.

Niraj Patel