રસિયો રૂપાળો રંગરેલિયો…કમાભાઈ બની ગયા ગુજરાતના નંબર 1 સેલિબ્રિટી….કમાને જોવા સેંકડો લોકો ઉમટી પડ્યા જુઓ
કોઠારીયાનો કમો આજે ગુજરાતનું જ નહિ દેશ વિદેશનું એક જાણીતું નામ બની ગયો છે. હાલમાં જ પૂર્ણ થયેલી નવરાત્રીમાં પણ કમાની બોલબાલા જોવા મળી હતી, તેના નવે નવ દિવસનું બુકીંગ પણ ફૂલ થઇ ગયું હતું. ત્યારે હવે નવરાત્રીમાં કમાએ કેવી ધૂમ મચાવી તેના ઘણા વીડિયો પણ ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યા છે, જેમાં કમો નવરાત્રીમાં પણ રોયલ એન્ટ્રી મારતો જોવા મળી રહ્યો છે. (તમામ તસવીરો: દિવ્ય ભાસ્કર)
નવરાત્રીના નવમાં નોરતે ઉનામાં મહિલા સંચાલિત ભુતડાદાદા ગરબી મંડળના એસી ગ્રુપ દ્વારા એક ભવ્ય ગર્વ મહોત્વસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કોઠારીયાનો કમો ઉપસ્થિત રહેવાનો હતો. કમાની લોકપ્રિયતા જ એવી છે કે તે જ્યાં પણ જવાનો હોય ત્યાં માનવ મહેરામણ ઉમટી પડે છે, ત્યારે ઉનામાં પણ એવો જ માહોલ જોવા મળ્યો હતો. કમાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ઉનામાં આયોજિત આ ગરબા મહોત્સવમાં કમાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કમાના માથા ઉપર સાફો પણ બાંધવામાં આવ્યો હતો. ગરબાની અંદર કમાનું મનગમતું ગીત “રસિયો રૂપાળો” પણ વગાડવામાં આવ્યું, જેમાં કમા સાથે હાજર જનમેદની પણ ઝૂમી ઉઠી હતી અને લોકોએ કમા ઉપર રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો.
કમા સાથે સેલ્ફી લેવા માટે પણ લોકોના ટોળે ટોળા ઉમટી ગયા હતા. આ ઉપરાંત કમાનો અનોખો અંદાજ પણ જોવા મળ્યો હતો, કમાએ પુષ્પા સ્ટાઇલમાં “ઝુકેગા નહિ” કહેતા જ લોકો પણ મોજમાં આવી ગયા હતા. કમાને આ કર્યક્રમમાં ઘણી જ ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી, જેની ઘણી તસીવરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
ઉના ઉપરાંત પણ કમાએ બીજા ઘણા સ્થળો ઉપર નવરાત્રીમાં હાજરી આપી હતી, અમદાવાદ, સુરત અને ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ કમાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, કમાએ પણ નવ દિવસ સુધી લોકોને ભરપૂર મજા કરાવી. દિવ્યાંગ હોવા છતાં પણ કમાની આ લોકપ્રિયતા ખુબ જ વિશાળ છે અને તેને આખા ગુજરાતમાંથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.
View this post on Instagram