...
   

સ્કૂલની અંદર જ વિદ્યાર્થીઓ સામે જ બે મહિલા શિક્ષિકાઓ ચોટલા પકડીને એક બીજાને મારવા લાગી

અરે રામ, બચાવો આને….વીડિયો વાયરલ થતા જ લોકોએ કહ્યું, “આ શું બાળકોને ભણાવશે..” જુઓ

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને અહીંયા કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલીક એવી હકીકતમાં બનતી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ. ઘણીવાર કેટલાક ઝઘડાના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બે શિક્ષિકાઓ એકબીજા સાથે ઝઘડતી જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ શિક્ષિકાઓ એકબીજા સાથે એવી રીતે બાખડી પડી કે બંને ચોટલા પકડીને એકબીજાને માર મારી રહી હતી. હેરાનીની વાત એ હતી કે આ ઝઘડો ચાલુ સ્કૂલ દરમિયાન જ થયો હતો અને આસપાસ સ્કૂલના બાળકો પણ ઉભેલા જોવા મળી રહ્યા હતા. આ આખી જ ઘટના બાળકો પણ પોતાની નરી આંખે જોઈ રહ્યા હતા. કોઈએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં શિક્ષિકાઓ એ હદ સુધી ઝઘડી રહી છે કે તેમને એ વાતનું પણ ભાન નથી કે આસપાસ રહેલા વિદ્યાર્થીઓ પર તેની શું અસર પડશે. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે બે શિક્ષિકાઓ આવીને તેમને છોડાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તે એકબીજાને મારવામાં એટલી વ્યસ્ત છે કે તેમને બીજું કઈ સૂઝતું જ નથી. વીડિયોને જોયા બાદ લોકો હવે આ અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા લોકો એમ કહી રહ્યા છે કે આ બાળકોને શું શિક્ષણ આપવાની છે ?

વીડિયોમાં જણાવ્યા અનુસાર આ ઘટના યુપીના કાસગંજ જિલ્લાની કહેવામાં આવી રહી છે. જ્યાંના સાહવર બ્લોક ક્ષેત્રમાં આવેલા બઢારી કલા પ્રાથમિક વિદ્યાલયમાં શનિવારના રોજ શાળાની પ્રિન્સિપાલ અને શિક્ષક મિત્ર એકબીજા સાથે બાખડી પડ્યા હતા. બંને વચ્ચે લગભગ અડધો કલાક સુધી આ ઝઘડો ચાલ્યો. અન્ય શિક્ષિકાઓએ બહુ માથાકૂટ કરીને બંનેને અલગ કર્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ વિભાગમાં પણ અફરા તફરી મચી ગઈ, ખંડ શિક્ષામંત્રી હવે આ મામલે તપાસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shubham Shrivastava (@s_k_freelancer)

Niraj Patel