હાઇવે પર કારવાળાએ પાછળથી આવી રહેલી ટ્રકના વિંડ ગ્લાસ પર ફેંક્યા અનેક પથ્થર, ટ્રક વાળાએ વીડિયો બનાવી કરી દીધો વાયરલ

હાઇવે પર વાહન ચલાવતી વખતે ધીરજ રાખવાની ખાસ જરૂર હોય છે. પરંતુ કેટલાક લોકો હુડદંગથી બાજ નથી આવતા. હાઈવે પર હંગામો મચાવતા બે છોકરાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બે છોકરાઓ પાછળથી ચાલતા ટ્રક પર પથ્થર ફેંકી રહ્યા છે. આ દરમિયાનનો વીડિયો ટ્રક ડ્રાઈવરે પોતાના ફોનના કેમેરામાં રેકોર્ડ કર્યો અને પછી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

વીડિયો પર લોકો ટ્રક ડ્રાઈવરની વિન્ડ શિલ્ડ એટલે કે આગળની બારી પર આ રીતે પથ્થર ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.વીડિયોની શરૂઆતમાં ટ્રકવાળો કેમેરો ઓન કરી કહે છે કે આ જુઓ કારવાળા અમારી સાથે કેવી હરકત કરી રહ્યા છે. કારવાળા ટ્રકને ઓવરટેક કરી તેની સામે આવે છે અને પછી પથ્થર ફેંકવાનું ચાલુ કરે છે. એક બાદ એક પથ્થર ફેંકવાથી ટ્રક ડ્રાઇવર પણ ડરી જાય છે. કારણ કે આ પથ્થરથી ટ્રકનો આગળનો કાચ ખરાબ રીતે તૂટેલો દેખાય છે.

યૂઝર્સ આ મુદ્દે ખુલ્લેઆમ કમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સ ટ્રક પર પથ્થરમારો કરનારા લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે અને કાર ચાલકનું લાયસન્સ રદ કરવાની પણ માગ કરી રહ્યા છે. આ વીડિયોને @gharkekalesh નામના X હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું – ટ્રક અને કારની અંદર બેઠેલા કેટલાક લોકો વચ્ચે કલેશ.

Shah Jina