અતુલ સાથે રિંકી અને પિંકી : જુડવા બહેનોનું એક જ વ્યક્તિ પર આવ્યુ દિલ, ધામધૂમથી થયા લગ્ન, વીડિયો વાયરલ

જુડવા બહેનોએ એક જ યુવક સાથે કર્યા લગ્ન, અનોખા લગ્નનો વીડિયો વાયરલ

હાલમાં દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે. સામાન્ય માણસો સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે બે બહેનોના લગ્નનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બે જોડિયા બહેનોએ એક જ યુવકને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો અને તેની સાથે લગ્ન કર્યા.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મલશિરસમાં શુક્રવારે આઈટી એન્જિનિયર જોડિયા બહેનોના લગ્ન થયા હતા. લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પૂછી રહ્યા છે કે આ લગ્ન કાયદેસર છે કે નહીં ? એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને જોડિયા બહેનો પિંકી અને રિંકી આઈટી એન્જિનિયર છે અને મુંબઈમાં કામ કરે છે. બંને બહેનોએ અતુલ નામના યુવક સાથે લગ્ન કર્યા છે.

બંને નાનપણથી એક જ ઘરમાં સાથે રહેતા હતા અને બંને ભવિષ્યમાં પણ સાથે રહેવા માંગતા હતા. અતુલ મલશિરસનો રહેવાસી છે અને તેનો મુંબઈમાં ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે. પિતાનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું, તેથી છોકરીઓ તેમની માતા સાથે મલશિરસ રહેવા આવી હતી.

એકવાર રિંકી અને પિંકીની માતા બીમાર પડતાં બંનેએ તેમને હોસ્પિટલ લઈ જવા માટે અતુલની કારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન અતુલ બંને જોડિયા બહેનોની નજીક આવ્યો હતો. ત્યારબાદ બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્રણેય આ લગ્નથી ખૂબ જ ખુશ છે. જો કે આ અનોખા લગ્ન અંગે પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો આ લગ્નની કાયદેસરતાને લઈને પ્રશ્નો પૂછી રહ્યા છે. પોલીસે જોડિયા બહેનો સાથે લગ્ન કરવા બદલ વર અતુલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એસપી સોલાપુરે આ માહિતી આપી હતી.

Shah Jina