ટ્રક વાળો સતત વગાડી રહ્યો હતો હોર્ન, આગળ ઉભેલી કારમાંથી એક વ્યક્તિએ ઉતરીને જે કર્યું તે જોઈને તમે પણ હેરાન રહી જશો

ગાડીની પાછળ ઉભી રહેલી ટ્રકના હોર્નથી કંટાળીને આ વ્યક્તિએ કર્યું એવું કે વીડિયો જોઈને તમે પણ કહેશો કે “બરાબર કર્યું !”

ઘણીવાર આપણે પણ જોયું હશે કે ટ્રાફિક જામની અંદર કે પછી કોઈ ચાર રસ્તા ઉપર આપણે ઉભા હોઈએ અને કોઈ ગાડી, બસ, ટ્રક કે કોઈપણ વાહન વાળો સતત હોર્ન વગાડ્યા કરતો હોય તો ગુસ્સો આવી જાય. ઘણીવાર એવા અણસમજુ ડ્રાઈવરો પણ હોય છે જે તે સ્કૂલ અને હોસ્પિટલ જેવા નો હોર્ન ઝોનમાં પણ જોર જોરથી હોર્ન વગાડતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ચાર રસ્તા ઉપર એક ટ્રક ડ્રાઈવર હોર્ન વગાડી રહ્યો છે અને આ સતત વગાડી રહેલા આ હોર્નના અવાજથી આગની કારમાં બેઠેલા એક વ્યક્તિને ગુસ્સો આવી જાય છે અને પછી તે ગાડીમાંથી ઉતરી અને એવું કરે છે જેના કારણે ટ્રક ડ્રાઈવરને એક સબક શીખવા મળી જાય છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ટ્રાફિક સિગ્નલવાળા ચાર રસ્તા ઉપર વાહનો ઉભા છે. તેમાં એક ગાડીની પાછળ લાલ રંગની એક ટ્રક ઉભી છે જે હોર્ન વગાડ્યા કરે છે. જેનાથી અકળાઈને ગાડીનો ડ્રાઈવર બહાર આવે છે અને રોડ ઉપર જ ડાન્સ કરવા લાગી જાય છે. આ ઉપરાંત તે ડાન્સના અલગ અલગ સ્ટેપ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


ગાડીમાંથી ઉતરેલા વ્યક્તિને ડાન્સ કરતા જોઈને ટ્રક ડ્રાઈવરને સબક ચોક્કસ મળી હશે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો અમેરિકાનો હોવાનું માનવામાં આવે છે. વાયરલ વીડિયોને જોઈને લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપવા લાગ્યા છે.

Niraj Patel