રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે ‘આશ્રમ’ની બબીતા ઉર્ફે ત્રિધા ચૌધરી, બોલ્ડ લુકમાં મચાવે છે ધમાલ; જુઓ તસવીરો

મોટાભાગના લોકોએ વર્ષ 2020માં રિલીઝ થયેલી બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ જોઈ હશે. ‘આશ્રમ’માં જોવા મળેલી ઘણી એભિનેત્રીઓએ આ સીરીઝથી લાઇલમાઇટ લૂંટી હતી પણ તેમાંથી એક એક્ટ્રેસ જેણે બોબી દેઓલ સાથે ઘણા રોમેન્ટિક દ્રશ્યો આપ્યા હતા તે હતી ત્રિધા ચૌધરી… ત્રિધા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ ત્રિધાએ એક તસવીર શેર કરી જેમાં તે બોલ્ડ અને ગોર્જિયસ અવતારમાં જોવા મળી.આજે ત્રિધા ચૌધરી OTT દુનિયામાં એક જાણીતું નામ બની ગઈ છે. પશ્ચિમ બંગાળની આ અભિનેત્રીએ આ ખ્યાતિ મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. 22 નવેમ્બર 1993ના રોજ કોલકાતામાં જન્મેલી ત્રિધાને શરૂઆતથી જ ગ્લેમરની દુનિયા આકર્ષિત કરતી હતી.

અભિનેત્રીએ મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને તેને પોતાનો આધાર બનાવ્યો અને પોતાની અભિનય કુશળતાને પણ નિખારવાનું શરૂ કર્યું. અભિનેત્રીએ વર્ષ 2013માં એક બંગાળી ફિલ્મમાં કામ કર્યું. તેણે ‘મિશોર રાવોશ્યો’ ફિલ્મથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી. ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યા પછી, ત્રિધાએ 2016માં ટીવી સિરિયલોમાં પોતાની કુશળતા અજમાવી.

તે ‘દહલીઝ’ નામની સિરિયલમાં જોવા મળી હતી. આ સિરિયલમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા થઈ હતી. આ પછી તેણે ઘણી સિરિયલોમાં અલગ અલગ પાત્રો ભજવ્યા. વર્ષ 2020માં ત્રિધા OTT સીરીઝ ‘બંદિશ બેન્ડિટ્સ’ માં જોવા મળી હતી. ઓટીટી દુનિયામાં પ્રવેશ્યા પછી તેના નસીબમાં પલટો આવ્યો. એ વર્ષે બોબી દેઓલ સ્ટારર વેબ સિરીઝ “આશ્રમ” MX પ્લેયર પર રિલીઝ થઈ. આ સીરીઝમાં ત્રિધાએ બબીતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લોકોને તેનું આ પાત્ર ખૂબ ગમ્યું.

‘આશ્રમ’માં ત્રિધાએ તેના કરતા 24 વર્ષ મોટા અભિનેતા બોબી દેઓલ સાથે બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. આ સીનને કારણે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો તેને ‘બબીતા ​​ભાભી’ કહેવા લાગ્યા. અત્યાર સુધી આશ્રમની ત્રણ સીરીઝ આવી ચૂકી છે અને ‘આશ્રમ 4’ આ વર્ષે એટલે કે 2025માં MX પ્લેયર પર રિલીઝ થવાની છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!