ફિલ્મ ‘કાંતારા’ના વધુ એક એક્ટરનું નિધન, 34 વર્ષની ઉંમરે હાર્ટ એટેકે લીધો જીવ; જુઓ તસવીરો

2022ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ ના અભિનેતાનું અવસાન થયું છે. પ્રખ્યાત કન્નડ અભિનેતા અને કન્નડ રિયાલિટી કોમેડી શો ખિલાડીલુની ત્રીજી સીઝનના વિજેતા રાકેશ પૂજારીનું નિધન થયું છે. તેમણે 33-34 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. આ સમાચારથી કન્નડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આજે સવારે લગભગ 2 વાગ્યે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. પીટીઆઈના અહેવાલ મુજબ, રાકેશ 11 મે, રવિવારની સાંજે ઉડુપી જિલ્લા નજીક નિટ્ટે ખાતે મહેંદી સમારોહમાં ગયા હતા.

આ દરમિયાન તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. દરેક વ્યક્તિ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહી છે. હાર્ટ એટેકના થોડા કલાકો પહેલા રાકેશ તેના મિત્રો સાથે ખુશીથી ફોટા પડાવી રહ્યો હતો. અહેવાલો અનુસાર, રાકેશે તાજેતરમાં જ “કાંતારા” નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ ઋષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત “કંતારા” ની પ્રિકવલ છે. રાકેશના મૃત્યુના સમાચારથી કન્નડ ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

રાકેશ પૂજારી એક તેજસ્વી હાસ્ય કલાકાર હોવાની સાથે સાથે અભિનેતા પણ હતા. તેમણે કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે, અહીં સુધી પહોંચવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. રાકેશ પૂજારીએ ચૈતન્ય કલાવિદરુ થિયેટર ગ્રુપ જોડાઈને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેણે કેટલાક સ્ટેજ શોમાં પોતાની અભિનય કુશળતા બતાવી. રાકેશ પૂજારીએ 2014 માં તુલુ રિયાલિટી શો કડાલે બાજિલમાં ભાગ લીધો હતો. તેમને શરૂઆતની ઓળખ આ શોથી મળી હતી. તે કોમેડી ખિલાડી સીઝન 3 ના વિજેતા હતા. આ પછી તેમને ઘણી લોકપ્રિયતા મળી.

રાકેશ પૂજારીએ કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. રાકેશે કન્નડ ફિલ્મો પેલવાન અને ઇત્તુ એન્થા લોકવય્યામાં કામ કર્યું છે. તેઓ તુલુ સિનેમા ફિલ્મો પેટકમ્મી અને અમ્મેર પોલીસમાં પણ દેખાયા હતા. રાકેશ પૂજારીની આગામી ફિલ્મ ‘કાંતારા 2’ છે. ઋષભ શેટ્ટીની આ ફિલ્મના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થયું છે. રાકેશ પણ આ શૂટિંગનો ભાગ હતા. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2025 ના રોજ રિલીઝ થશે.

Previous Article

પવનદીપ રાજનનો હોસ્પિટલથી નવો વીડિયો આવ્યો સામે, 6 અઠવાડિયા સુધી નહિ ચાલી શકે સિંગર, ચાહકોએ જલ્દી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના

Next Article

રાજકોટ: નર્સ ચૌલા પટેલ હત્યાકાંડમાં ચોંકાવનાર ખુલાસો, બળાત્કારના ઇરાદે ઘરમાં ઘુસ્યો હતો પડોશી કાનજી વાંજા! જાણો અંદરની વિગતો

error: Protected Content!