કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું આકસ્મિક અવસાન થયું છે. કેનેડામાં આણંદના વાંસખીલીયા ગામના યુવકનું હાર્ટએટેકના કારણે મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
આણંદ તાલુકાના વાંસ ખીલીયા ગામના ૨૨ વર્ષીય દેવ પટેલ લગભગ આઠ માસ પૂર્વે સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ગયો હતો. ગત સપ્તાહમાં જ દેવ પટેલે પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. દરમિયાન આઠમી મેના રોજ અચાનક જ દેવ પટેલનું હાર્ટ અટેકના કારણે મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બની ગયા છે.દેવ પટેલના પાથવ દેહને માદરે વતન લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકના મૃતદેહ વતન પરત મોકલવા માટે હાલ ક્રાઉડફન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. તેના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે
છેલ્લા પંદરેક દિવસમાં કેનેડામાં આ ચોથા ઈન્ડિયનનું હાર્ટ અટેકને કારણે અકાળે નિધન થયું હોવાનું કેનેડામાં રહેતા અને હ્યુમન્સ ફોર હાર્મની નામની સંસ્થાના પ્રેસિડેન્ટ ડોન પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું તેમણે સાવ નાની વયે કેનેડામાં હ્રદયરોગમાં પોતાનો જીવ ગુમાવનારા ઈન્ડિયન્સ વિશે ચિંતા પણ વ્યક્ત કરી હતી.