આ વ્યક્તિએ કર્યું તિરંગાનું ઘોર અપમાન, વીડિયો જોઈને તમારું લોહી પણ ઉકળી ઉઠશે, પોલીસે લીધું એવું કદમ કે તમે પણ કહેશો..”બરાબર કર્યું !” જુઓ

થોડા દિવસો પહેલા જ આઝાદીનો અમૃત મહોત્સવ પૂર્ણ થયો અને આ દિવસે પ્રધાનમંત્રી મોદીના આહવાન ઉપર “હર ઘર તિરંગા” અભિયાન પણ યોજાયું. જેમાં આખા દેશે ભાગ લીધો અને પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવ્યો. કારણ કે આપણા દેશના નાગરિકો તિરંગાનું સન્માન કરે છે. ત્યારે તિરંગાનું અપમાન કરવું પણ ગુન્હો માનવામાં આવે છે. હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ તિરંગાનું હળહળતું અપમાન કરતો જોવા મળે છે, જેને જોઈને લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.

આ ઘટના સામે આવી છે દેશની રાજધાની દિલ્હીમાંથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તિરંગાનો અનાદર કરીને 52 વર્ષીય એક વ્યક્તિ પોતાની સ્કૂટી સાફ કરી રહ્યો હતો. ઘટના ઉત્તરપૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારની છે અને આ વ્યક્તિ ઉત્તર ઘોંડા વિસ્તારનો રહેવાસી છે. વીડિયોમાં તે વ્યક્તિ તેના સફેદ સ્કૂટરને ફોલ્ડ કરેલા ધ્વજથી સાફ કરતો અને ધૂળ ઉડાવતો જોવા મળે છે.

આરોપી વ્યક્તિનો સ્થાનિક લોકો દ્વારા આ કૃત્યનો વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો અને આક્રોશ ફેલાયો હતો. એક યુઝરે ટિપ્પણી કરી કે આ કરવા માટે વ્યક્તિ સંપૂર્ણપણે પાગલ હોવો જોઈએ અથવા તેના દેશ માટે સંપૂર્ણ આતંકવાદી સ્તરની નફરત હોવી જોઈએ.

તમને જણાવી દઈએ કે ત્રિરંગા પ્રત્યે કોઈ પણ પ્રકારનો અનાદર અથવા તિરસ્કાર તમને ત્રણ વર્ષ સુધી જેલમાં મોકલી શકે છે. વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે તે વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે જણાવ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ભજનપુરા પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971ની કલમ 2 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ધ્વજ અને તેની સ્કૂટી પણ મળી આવી છે.

Niraj Patel