પ્રેમ માટે લોકો કંઈપણ કરી શકે છે.. સીમા હૈદર અને અંજુ જ નહિ આ છોકરો પણ પ્રેમિકાને મળવા માટે સરહદ પાર કરીને આવ્યો છે, જુઓ તેમની કહાની
Traveled 16,000 km to meet girlfriend : હાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની પ્રેમ કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે. સીમાને નોઈડામાં રહેતા સચિન સાથે પબજી રમતા રમતા પ્રેમ થયો અને તે પોતાના ચાર બાળકો સાથે ગેરકાયદેસર ભારતમાં આવી ગઈ, તો રાજસ્થાનની અંજુને પણ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના નસરુલ્લા સાથે ઓળખાણ થઈ અને તે કાયદેસર પાકિસ્તાન પહોંચી ગઈ, જ્યાં તેને પોતાનું નામ બદલીને ફાતિમા પણ કરી દીધું છે.
અંજુ અને સીમાની જેમ સોશિયલ મીડિયામાં થયો પ્રેમ :
ત્યારે અંજુ અને સીમા જ નહિ પરંતુ એવા ઘણા કપલ છે જેમને પ્રેમ માટે સરહદ ઓળંગી છે. પોલેન્ડથી પરિણીત બાર્બરા પોલાક પણ તેના ભારતીય પ્રેમીને મળવા ઝારખંડ આવી છે. આ બધી કહાનીઓમ એક વસ્તુ સામાન્ય છે અને તે છે સોશિયલ મીડિયા. આ તમામ કપલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજાને મળ્યા હતા. હવે આ એપિસોડમાં વધુ એક કપલનું નામ જોડાયું છે. જેમાં છોકરો તેની ઓનલાઈન ગર્લફ્રેન્ડને મળવા માટે 16 હજાર કિલોમીટર દૂર ગયો હતો.
16,000થી વધુ કિલોમીટરની યાત્રા કરી :
વાસ્તવમાં, આ કહાની છે દક્ષિણ કોરિયામાં રહેતા 28 વર્ષીય યાંગ સિઓક અને તેની 20 વર્ષની બ્રાઝિલિયન ગર્લફ્રેન્ડ લુઇઝા વિટોરિયા રિબેરોની. તાજેતરમાં જ યાંગ સાત સમુદ્ર પાર કરીને વિટોરિયાને મળવા કોરિયાથી બ્રાઝિલ પહોંચી હતી. આ દરમિયાન તેણે 16 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું. યાંગ અને વિક્ટોરિયાની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. જોકે, બંને એકબીજાની ભાષા સમજી શકતા ન હતા. આવી સ્થિતિમાં તેણે વાત કરવા માટે ટ્રાન્સલેટરની મદદ લીધી. પછી 10 મહિના સુધી વાત કર્યા પછી મળવાનો પ્લાન બનાવ્યો. આ અંતર્ગત યાંગે બ્રાઝિલ જવાનું નક્કી કર્યું.
ટિક્ટોક પર જણાવી લવસ્ટોરી :
દક્ષિણ કોરિયાના જેજુ ટાપુથી બ્રાઝિલના ફોર્ટાલેઝા પહોંચવા માટે યાંગને ચાર ફ્લાઈટ લેવી પડી હતી. પછી ટેક્સી દ્વારા 250 કિલોમીટરની મુસાફરી કર્યા પછી, તે સોબરાઈ પહોંચ્યો, જ્યાં વિટોરિયા રહેતો હતો. યાંગને પોતાની સામે જોઈને વિક્ટોરિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને વિશ્વાસ ન હતો કે તેના માટે આટલા દૂરથી કોઈ આવી શકે છે. બંનેએ ગળે મળ્યા અને પછીના થોડા દિવસો સાથે વિતાવ્યા. આ કપલના Tiktok પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તેઓએ ગયા અઠવાડિયે તેમની લવ સ્ટોરી શેર કરી હતી.
ટ્રાન્સલેટરનો ઉપયોગ કરીને કરે છે વાતો :
કપલે જણાવ્યું કે તેઓ હજુ પણ વાતચીત માટે ટ્રાન્સલેટર એપનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે, વિક્ટોરિયા કોરિયન ભાષા નથી જાણતી અને યાંગ પોર્ટુગીઝ ભાષા નથી જાણતો. વિક્ટોરિયા કહે છે- હું કોરિયન શીખવાનો પ્રયાસ કરી રહી છું. યાંગ પણ પોર્ટુગીઝ શીખવા માંગે છે. હમણાં માટે, અમે થોડા શબ્દો બોલવાનું શરૂ કર્યું છે. તેમની મુલાકાત અંગે વિક્ટોરિયાએ કહ્યું કે અમે સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા.
વિઝા પૂર્ણ થતા જશે પોતાના દેશમાં :
અમારી દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ના પડી. ગયા વર્ષે ઓગસ્ટમાં અમે વીડિયો કોલિંગ શરૂ કર્યું હતું. પછી 10 મહિના પછી મળવાનો પ્લાન બનાવ્યો. પોતાની લવ સ્ટોરી જણાવતા વિક્ટોરિયાએ આગળ કહ્યું- પહેલા મને યાંગ પર બહુ વિશ્વાસ ન હતો, જ્યાં સુધી તે મને મળવા ન આવ્યો. હું જેને પ્રેમ કરું છું તેની સાથે રૂબરૂ આવવું એ એક જાદુઈ લાગણી હતી. હાલમાં, યાંગ હજુ પણ બ્રાઝિલમાં છે. વિઝા સમાપ્ત થયા બાદ તે ઓક્ટોબર સુધીમાં દક્ષિણ કોરિયા પરત ફરશે.