આ તારીખે બુધ કરશે શનિની રાશિ કુંભમાં ગોચર, આ લોકોનું ભાગ્ય ખુલી જશે

ભારતમાં જ્યોતિષ શસ્ત્રોનું ઘણુ મહત્વ છે. જેમ દરેક ઋતુઓની આપણા પર અસર થાય છે તેમ ગ્રહો અને નક્ષત્રોની પણ અસર જોવા મળે છે. જ્યોતિષાચાર્યોના મતે સૌથી નાના ગ્રહ બુધને બુદ્ધિ,તર્ક,સંવાદ અને વેપારનો કારક માનવામાં આવે છે. જે વ્યક્તિનો બુધ સારો હોય તે લોકો હાજર જવાબી,બુદ્ધિશાળી અને ઝડપી નિર્ણય લેવામાં માહિર હોય છે.  6 માર્ચથી 2022માં બુધ ગ્રહ શનિની રાશિ કુંભમાં ગોચર કરશે. જેની અસર દરેક રાશિ પર પડશે. તેમાથી પાંચ રાશિ એવી છે જેમના પર આ અસર શુભ માનવામાં આવે છે.

મિથુન રાશિ: મિથુન રાશિનો સ્વામી બુધ છે. તેથી આ રાશિના લોકોને બુધનું ગોચર શુભ ફળ લઈને આવશે. આર્થિક રીતે લાભ થશે. અટવાયેલા પૈસા પરત મળશે. પત્નીનો સાથ મળશે. નવા નવા પ્રોજેક્ટ હાથમાં આવશે. વેપાર ધંધામાં ઉન્નતિ થશે.

વૃષભ રાશિ: આ રાશિના લોકોને બુધનું ગોચર અત્યંત લાભકારી સાબિત થશે. પૈસાની તંગી દૂર થશે. વેપાર વાણીજ્યમાં ફાયદો થશે. નોકરીયાત લોકોને બઢતી મળશે અને સાથે સાથે વિદેશ પ્રવાસ પણ થશે. પરિવારમાં તમારું માન સન્માન વધશે.

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોને વેપાર ધંધામાં ખુબ લાભ થશે. અજાણ્યા લોકો તરફથી મદદ મળશે. નોકરિયાત લોકોને ઈન્ક્રિમેન્ટ મળશે. ઓફિસમાં સાથી સ્ટાફ તરફથી કામની કદર થશે. પૈસાની તંગી દૂર થશે. શરીર સ્વાસ્થ્ય સારૂ રહેશે.

કુંભ રાશિ: બુધ કુંભ રાશિમાં જ પ્રવેશ કરશે, જેથી આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ અસર થશે. બુધનું ગોચર આ રાશિના જોતકોની કિસ્મત ચમકાવશે. આર્થિક લાભ થશે. શરીર સ્વાસ્થ્યની સમસ્યા પણ ટળી જશે. વેપાર ધંધા સારા ચાલશે. નોકરિયાત વર્ગ માટે પણ સારા સમાચાર સામે આવશે.

તુલા રાશિ: તુલા રાશિના જાતકોને બુધનું ગોચર સારા સંકેત લઈને આવી રહ્યું છે. લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહેલા આ જાતકોને તમામા પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓને સારી નોકરી મળશે. આ ઉપરાંત વેપાર કરતા લોકોને નવા નવા ઓર્ડર મળશે. ઓફિસમાં તમારી કદર થશે. સિનિયર લોકો તરફથી સાથ સહકાર મળશે.

YC