આ મહિલાએ કર્યુ એવું ગજબનું ટ્રાન્સફોર્મેશન કે ટીવી પર વહુને જોઇ સાસુને લાગી ગયો હતો આઘાત, થઇ ગઇ હતી બીમાર

2 બાળકોની માતા અને હાઉસવાઇફ 25 કિલો વજન ઘટાડી જોરદાર બોડી બનાવી, સાસુએ ટીવી પર જોઇ તો થઇ ગઇ બીમાર

અંજુ, જે પોતાને એક સામાન્ય હાઉસવાઇફ કહે છે, તે માની પણ નથી શકતી કે તે તેની ફિટનેસ સફરમાં કેટલી આગળ આવી ગઇ છે. જયપુર સ્થિત અંજુ મીનાએ ગૃહિણીથી પાવરલિફ્ટર અને રાષ્ટ્રીય બોડીબિલ્ડર બનવા સુધીની તેની સફર કેવી રીતે કરી તે જાણીને દરેકને આઘાત લાગ્યો છે. સામાન્ય મહિલાઓની જેમ અંજુ પણ લગ્ન બાદ ઘરના કામકાજમાં વ્યસ્ત હતી, પરંતુ માતા બન્યા બાદ તેણે વજન ઘટાડવા માટે કસરત કરવાનું શરૂ કરી દીધું.

અંજુએ થોડા મહિનાના ગાળામાં 25 કિલોથી વધુ વજન ઘટાડ્યું અને આજે તે તેના બોડી બિલ્ડિંગ અને વેઈટ લોસ ટ્રાન્સફોર્મેશનથી પોતાની ઓળખ બનાવી રહી છે. લગ્ન પછી ઘણીવાર મહિલાઓ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી શકતી નથી અને તેમનું વજન સતત વધતું રહે છે. ઘરની જવાબદારીઓ સંભાળતી વખતે તે એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેને પોતાના માટે બિલકુલ સમય જ મળતો નથી. ગર્ભાવસ્થા પછી, સ્ત્રીઓ માટે તેમના જૂના આકારમાં પાછા ફરવું વધુ મુશ્કેલ બની જાય છે.

જો કે, ઘણી એવી મહિલાઓ છે જે જીવનના તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પણ પોતાની ફિટનેસ યાત્રા પર નીકળી પડે છે અને લોકો માટે એક ઉદાહરણ બની જાય છે. આવી જ એક ગૃહિણી અંજુ મીના છે. રિપોર્ટ્સ અનુસાર, લગ્ન પછી જ્યારે મહિલાને બાળક થયું ત્યારે તેનું વજન અચાનક જ વધી ગયું હતું. 2018માં પુત્રના જન્મ પછી જ મહિલાએ કસરત કરવાનું શરૂ કર્યું, તો ઘરના લોકો ના પાડતા હતા કે કસરત કરવાની શું જરૂર છે. પરંતુ ધીમે ધીમે તેણે પોતાને ઘરે જ ફિટ બનાવવાનું નક્કી કર્યું અને કસરત કરવાનું શરૂ કર્યું.

મહિલાએ રાત્રે કસરત શરૂ કરી. ઘરમાં ડમ્બેલ્સ અને અન્ય વસ્તુઓનો ઓર્ડર આપ્યો. આ પછી, જ્યારે શરીરમાં થોડો ફેરફાર થયો એટલે કે કસરતની અસર દેખાતી હતી, ત્યારે જિમ જોઇન કર્યા પછી, જીમમાં સખત તાલીમ પછી 72 કિલો વજન હવે 50 કિલોથી નીચે પહોંચી ગયું. મહિલાની સાસુ તેના પર ગુસ્સે થવા લાગી. ત્યારપછી આ મહિલા સ્પર્ધા જીતી ગઈ અને જ્યારે તેની સાસુએ તેને જોઇ તો તે બીમાર થઈ ગઈ. વજન ઘટાડવાની સફરની શરૂઆતમાં અંજુને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, દુનિયા હસતી અને લોકોએ તેને ટોણા માર્યા,

પરંતુ અંજુએ હાર ન માની. લોકો કહેતા કે તેનું શરીર કેવું પુરુષો જેવું બની ગયું છે. સાસુ કહેતી કે નાક કાપી નાખ્યું અમારુ. બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં બિકી ફોટો જોઈને તો સાસુનો તો ચડી ગયો હતો. પણ, અંજુ આગળ વધતી રહી. આજે અંજુ મીના ફિટનેસ એકેડમીની ડિરેક્ટર છે જે જીમ ટ્રેનર્સને તાલીમ આપે છે. તે કસરત અને પોષણ વિજ્ઞાનના વર્ગો પણ લે છે. આ ઉપરાંત, અંજુ કહે છે કે તે એવી છોકરીઓ અને મહિલાઓને આગળ લાવવા માંગે છે જે સમાજ કે પરિવારના દબાણમાં કંઈ કરી શકતી નથી.

Shah Jina