“તારું દિમાગ કામ કરે છે. 1500નો દંડ છે, 150 રૂપિયામાં પાવતી ના મળે…” તોડપાણી કરનારા પોલીસકર્મીનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ
Traffic police caught taking bribe : આપણા દેશમાં ટ્રાફિકને લઈને ઘણા કાયદાઓ છે અને જો કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન ના કરે તો તેને દંડ પણ ફટકારતા હોય છે. પરંતુ ઘણા ટ્રાફિક પોલીસકર્મીઓ દંડની પાવતી ફળવાના બદલે તોડપાણી પણ કરી લેતા હોય છે અને દંડ કરતા ઓછી રકમ લઈને પાવતી આપ્યા વગર જ વાહન ચાલકને રવાના કરી દેતા હોય છે. આવી ઘણી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે હાલ એક ઘટના અમદાવાદની સામે આવી છે, જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
તોડપાણીનો વીડિયો :
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડનો હોવાનું કહેવાય રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પોતાનું વાહન લઈને ઉભો છે અને એક હોમગાર્ડ સાથે વાત કરી રહ્યો છે. જેના બાદ હોમગાર્ડ તેને 200 રૂપિયા આપવાનું કહે છે, પરંતુ તે વ્યક્તિ પોલીસકર્મીને 150 રૂપિયા આપીને મામલો પતાવી દે છે. જેના બાદ તે વ્યક્તિ પાવતી માંગે છે, ત્યારે પોલીકર્મી કહે છે કે “તારું દિમાગ કામ કરે છે. 1500નો દંડ છે, 150 રૂપિયામાં પાવતી ના મળે…”
150 રૂપિયામાં મામલો પતાવ્યો :
આ ઉપરાંત વાહન ચાલક અન્ય ટ્રાફીકકર્મીને પણ કહે છે, ત્યારે તે લોકો પણ એવો જવાબ આપે છે કે “પાવતી મિનિમમ 500 રૂપિયાથી ચાલુ થાય છે” અને પછી વાહન ચાલકને રવાના કરી દેવામાં આવે છે. પરંતુ આ દરમિયાન તે આ સમગ્ર ઘટનાને પોતાના ખિસ્સામાં રહેલા મોબાઈલના કેમેરામાં કેદ કરી લે છે, ત્યારેબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મામલે ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે આ વીડિયો જૂનો છે અને તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.
View this post on Instagram