ખબર

મર્સીડીઝ કારે મારી ટ્રેકટરને ટક્કર, બે ફાડિયામાં વહેંચાઈ ગયું ટ્રેકટર, વીડિયો જોઈને તમે પણ તમારું માથું પકડી લેશો, જુઓ

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, કેટલાક અકસ્માતના વીડિયો પણ સામે આવતા હોય છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. કેટલીકવાર અકસ્માતમાં વાહનોને પણ મોટું નુકશાન થતું હોય છે. પરંતુ શું તમે કયારેય સાંભળ્યું છે કે કોઈ કારની ટક્કરથી ટ્રેકટરના બે ટુકડા થઇ ગયા હોય ? ત્યારે હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર રોડ પર કબાડ હાલતમાં પડેલું છે. નજીકમાં એક મર્સિડીઝ કાર પણ પાર્ક કરેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેક્ટર મર્સિડીઝ સાથે અથડાયું, ત્યારબાદ તે વચ્ચેથી બે ભાગમાં તૂટી ગયું. તો બીજી તરફ મર્સિડીઝને વધુ નુકસાન થયું નથી. ઘટના આંધ્રપ્રદેશના તિરુપતિ પાસે ચંદ્રગિરી બાયપાસની છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે મર્સિડીઝ અને ટ્રેક્ટર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ પછી મર્સિડીઝના આગળના ભાગને પણ નુકસાન થયું હતું. ત્યાં જ ટ્રેક્ટરના બે ટુકડા થઇ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાંથી લોકો સુરક્ષિત છે અને ટ્રેક્ટરના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે. ટ્રેક્ટરની સાથે ટ્રોલી પણ હતી જે પલટી મારી ગઈ હતી. ટ્રોલી રેતીથી ભરેલી હતી.

સોશિયલ મીડિયા પર લોકો મર્સિડીઝના વખાણ કરી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર મસ્તી કરવાનું ચૂકતા નથી. જોકે આ એક દુઃખદ ઘટના છે. આવા અકસ્માતમાં કોઈનો જીવ પણ જઈ શકે છે. ટ્રેક્ટરના ડીઝલ અને એન્જિન વાળો ભાગ અલગ થઈ ગયા અને સીટનો ભાગ અલગ થઈ ગયો. આવતા-જતા લોકો પણ થંભી ગયા અને આ અકસ્માત જોવા લાગ્યા.