વડોદરાના સયાજીરાવ બાગમાં સર્જાયો દર્દનાક હદસો, ટોય ટ્રેનની અડફેટે આવતા 4 વર્ષની બાળકીનું થયું કરુણ મોત, જુઓ તસવીરો

શનિવારે સાંજે વડોદરા જિલ્લાના સયાજી બાગ ખાતે એક દુ: ખદ ઘટના બની હતી. અહીં ચાર વર્ષની બાળકીનું ટોય ટ્રેનથી કચડાઈને મોત થઇ ગયું હતું. બાળકી તેના માતાપિતા સાથે ફરવા માટે આવી હતી. આ ઘટના સાંજે 5.30ની આસપાસ બની હતી. છોકરીનું નામ ખતીજા પરવેઝ પઠાણ હતું. તે ટોય ટ્રેનના પૈડાં નીચે આવી ગઈ હતી. તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કરી.

આ ઘટના કામટીબાગમાં બની હતી, જેને સયજિબાગ તરીકે પણ ઓળખવામાં આવે છે.ખતીજાના માતા-પિતા ભરૂચ જિલ્લાના જંબુસરના રહેવાસી છે. તેઓ તેને ફરવા માટે બગીચામાં લાવ્યા હતા. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. માહિતી અનુસાર, વીએમસી દ્વારા સંચાલિત બગીચામાં આ ઘટના બની હતી. વીએમસીએ ટોય ટ્રેનને ચલાવવા માટે એક પ્રાયવેટ કંપની, ખોડલ કોર્પોરેશનને કોન્ટ્રાક આપ્યો હતો. ટ્રેન બગીચાની અંદર 3.5 કિ.મી. લાંબા ટ્રેક પર ચાલે છે.

File Pic

વીએમસીના સહાયક નિયામક ગૌરવ પંચલે કહ્યું કે આ અકસ્માત ગેટ નંબર 2 નજીક થયો હતો. તેમણે કહ્યું કે બાળકી ટ્રેન તરફ આગળ વધી અને તેની નીચે આવી ગઈ.ડેપ્યુટી કમિશનર પોલીસ જુલી કોઠિયા અકસ્માત બાદ તાત્કાલિક બગીચામાં આવી પહોંચ્યા હતા. કોઠિયાએ કહ્યું કે સયાજિગંજ પોલીસ આ કેસની તપાસ કરશે. તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ સાક્ષીઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

File Pic

તેમણે એમ પણ કહ્યું હતું કે ટ્રેન બેદરકારીથી ચલાવવામાં આવી છે કે નહિ તે તરફ પણ તાપસ થશે. જણાવી દઈએ કે આ બીજી વખત છે કે ટ્રેનથી બગીચાના કોઈ પર્યટકને નુકશાન થયું હોઈ. ઓક્ટોબર 2023 માં, એક મહિલા બુર્કા ટ્રેનના એન્જિનના ફેંડરમાં ફસાઈ ગઈ હતી. તે પડી અને તેનો હાથ ટ્રેનના પૈડાં હેઠળ આવ્યો. થોડા દિવસો પછી તેણે પોતાનો હાથ કપાવવો પડ્યો હતો.

Devarsh
error: Unable To Copy Protected Content!