BSF એ એક ઝાટકામાં સ્વાહા કરી દીધા પાકિસ્તાનમાં બનેલા આતંકીઓના લોન્ચ પેડ, વીડિયો આવ્યો સામે

9-10 મેના રોજ વહેલી સવારે પાકિસ્તાને ભારત પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા. પાકિસ્તાને ઓપરેશન બુરયાન ઉલ મરસૂસ પણ શરૂ કર્યું, જે હેઠળ ભારત પર મિસાઇલો પણ છોડવામાં આવી. સરહદ પર ઘણા દિવસો ભારે ગોળીબાર થયો. જો કે હાલ તો યુદ્ધવિરામ થઇ ગયુ છે અને સિઝફાયર લાગુ થઇ ગયુ છે.

જો કે, જમ્મુ BSF એ પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં લુનીના આતંકવાદી લોન્ચ પેડનો નાશ કર્યો. સમાચાર એજન્સી ANI એ BSF સૂત્રો પાસેથી આ અંગેનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં આતંકવાદી લોન્ચ પેડ ભીષણ રીતે સળગતું જોવા મળે છે. જે લોન્ચપેડનો નાશ કરવામાં આવ્યો છે તે અખનૂર વિસ્તારમાં છે.

ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી થતા તમામ હુમલાઓનો યોગ્ય જવાબ આપ્યો. 9-10 મેની રાત્રે, પાકિસ્તાને બધી સીમાઓ તોડી નાખી અને ફતેહ-1 મિસાઈલથી ભારત પર સીધો હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતે સંપૂર્ણ સતર્કતા સાથે નિષ્ફળ બનાવ્યો. જણાવી દઈએ કે આખી રાત પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ડ્રોનથી હુમલા કર્યા, જેને ભારતે તેની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીથી નિષ્ફળ બનાવ્યા.

Shah Jina
error: Unable To Copy Protected Content!