17 વર્ષના સેલિબ્રિટીના દીકરાની આત્મહત્યા: ધુળેટી પર દારૂ પીને ઘરે આવ્યો હતો પછી અચાનક જ….

બૉલીવુડ ફેમસ અભિનેતા સંજય દત્ત અભિનીત ફિલ્મ `તોરબાઝ`ના ડાયરેક્ટર ગિરીશ મલિક નો પરિવાર આ દુઃખદ ઘટનાને કારણે ખુબ જ આઘાતમાં છે. મુંબઈમાં અંધેરીમાં ગિરીશ મલિકના ઘરે એક અકસ્માત થયો છે. શુક્રવારે સાંજે ગિરીશના 17 વર્ષીય સગીર પુત્ર મનનનું મુંબઈના અંધેરીમાં તેના ઘરના પાંચમા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.

ધુળેટીના દિવસે બપોરે આ કમનસીબ ઘટના બની હતી. એક બાજુ જ્યાં લોકો હોળીની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યાં બીજી તરફ મલિકના ઘરે એક અણગમી ઘટના બની હતી. મલિકના પુત્રના આકસ્મિક નિધનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી છે. મલિક 2020ની ફિલ્મ `તોરબાઝ`ના દિગ્દર્શન માટે જાણીતા છે.

આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત રાહુલ દેવ અને નરગીસ ફખરી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. 2 દિવસ પહેલા બનેલી આ ઘટના એક્સીડંટ હતી કે આત્મહત્યા, તે તે સમયે સ્પષ્ટ થયું ન હતું, પરંતુ હવે પોલીસે આ બાબતનો ખુલાસો કર્યો છે. અંધેરી વેસ્ટમાં ઓબેરોય સ્પ્રિંગ્સ બિલ્ડિંગમાં 5th ફ્લોર પરથી જમ્પ કરીને નિધન થયું છે.

મુંબઈ પોલીસે કહ્યું કે આ અકસ્માત નથી પણ આત્મહત્યાનો મામલો છે. મનને આવું શા માટે કર્યું તેનો પણ પોલીસે ખુલાસો કર્યો છે. જોકે પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર બંદોપંત બંસોડેએ મામલા વિશે બોલ્યા કે ડાયરેક્ટરનો પુત્ર મનન હોળી રમીને દારૂ પીને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા પછી પણ તે પીતો રહ્યો.

તેને નશામાં ધૂત જોઈને તેના પિતાએ તેને પીવાની મનાઈ કરી અને થોડાક શબ્દો બોલ્યા. પણ તેણે સાંભળ્યું નહીં અને ગુસ્સામાં આવીને 5માં માળે આવેલા ઘરની બારીમાંથી કૂદી ગયો. સિદ્ધાર્થ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટરના દીકરાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે. ગિરીશ મલિકના મોટાભાગના સંબંધીઓ દિલ્હીમાં રહેતા હોવાથી ત્યાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

YC